વિશ્વમાં કોરોનાનો હાહાકારઃ એક જ દિવસમાં ૧૪ હજારના મોત

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, એક વાર ફરી કોરોનાએ કહેર વર્તાવ્યો છે. વાયરસની નવી લહેર શરૂઆતમાં કેટલાક દેશોમાં જોવા મળી હતી. પરંતુ હવે આ વિશ્વભરમાં ફેલાતી જોવા મળી છે. વિશ્વમાં છેલ્લા એક દિવસમાં કોરોના મહામારીથી પોણા સાત લાખથી વધુ લોકો સંક્રમિત થયા અને આ દરમ્યાન ૧૪ હજારથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટીના વિજ્ઞાન તેમજ એન્જીનિયરીંગ કેન્દ્ર તરફથી જાહેર આંકડાના જણાવ્યા મુજબ વિશ્વના ૧૯૨ દેશો અને ક્ષેત્રોમાં એક દિવસમાં ૬,૭૫,૬૮૭ નવા કેસ સામે આવવાથી સંક્રમિતોની સંખ્યા વધીને ૧૩,૨૮,૭૬,૨૮૬ સુધી પહોંચી ગઇ છે.વાયરસના સંક્રમણથી મૃત્યુઆંક ૨૮,૮૬,૫૮૬ થઇ છે. અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા ૩,૦૯,૨૧,૯૭૬ થઇ છે. ૫,૫૯,૧૦૯ દર્દીના મોત થયા છે. વિશ્વમાં એક કરોડથી વધુ કોરોના સંક્રમિતોની સંખ્યાવાળા ત્રણ દેશોમાં સામેલ બ્રાઝિલ બીજા સ્થાન પર છે. ત્યાં ૧,૩૧,૯૩,૨૦૫ લોકો આ વાયરસથી પ્રભાવિત થયા છે ભારત ત્રીજા સ્થાન પર યથાવત છે.વિશ્વભરનાં કોરોનાથી બચવા માટે રસીકરણ અભિયાન ચલાવામાં આવી રહયું છે. પરંતુ તેમ છતા પણ અનેક દેશો કોરોનાની લડાઇમા ંહિંમતથી સામનો કરી રહયા છે કોરોનાની આ નવી લહેર પહેલી લહેર થી વધુ ખતરનાક છે.