વિરસદ ગામે કોરોના પોઝિટિવ કેસો આવતા સ્વયંભૂ લોકડાઉન

(જી.એન.એસ.)વિરસદ,ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતના આ ગામમાં મેડિકલ ઓફિસર, વેપારીઓ અને લોકોએ સ્વયંભૂ લોકડાઉન આપ્યુ છે.આણંદના બોરસદ તાલુકાના વિરસદ ગામે સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે. ૧૫ દિવસથી વધતા કોરોનાના કેસને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ૨૫થી ૩૧ માર્ચ સુધી ૭ દિવસનું લોકડાઉન જાહેર કર્યુ છે. ગામમાં ૪૦ જેટલા પોઝિટિવ કેસો નોંધાતા લોકડાઉન જાહેર કરાયું છે. મેડિકલ ઓફિસર, ગ્રામજનો, વેપારીઓએ સર્વસંમતીથી સ્વંયભૂ લોકડાઉનનો નિર્ણય લીધો છે.સવારે ૭થી ૧ વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવામાં આવશે. એ બાદ આખો દિવસ અને રાત લોકડાઉન રહેશે. ગામમાં વેક્સિનેશન પ્રક્રિયા પણ પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં ૧૦૦૦ જેટલા લોકોએ કોરોનાની રસી લઈ લીધી છે.