વિભાપર પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં ૩ જિંદગી પર પૂર્ણવિરામ

0
16

ભુજ : ભુજ – નલિયા માર્ગે વિભાપર પાટિયા પાસે ગઈકાલે સાંજે ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૩ લોકોના મોત નિપજ્યા હતા. નલિયા એરફોર્સથી ભુજ આવતી કારમાં જમાઈ, સાસુ અને સાળીએ દમ તોડ્યો હતો. મળતી વિગતો મુજબ નલિયા એરફોર્સથી ભુજ તરફ આવતી કાર નંબર જી.જે. ૧ર ઈઈ ૬૭૯પ વાળી કાર સાથે ટ્રેલર નંબર જી.જે. ૧ર બી. વાય પ૪૩૬ ધડાકાભેર અથડાતા આ ઘટના બની હતી. જેમાં કારમાં સવાર આશિષ રસ્તોગી અને દીપ્તિબેનનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. જયારે કારમાં સવાર નીતાબેને સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ ઉપરાંત બાળક શ્રેયાંશ અને વર્ણિકાબેનને ઈજાઓ થઈ હતી. મૃતક આશિષ નલિયા એરફોર્સમાં ફરજ બજાવતો હોવાનું અને મૂળ ઉત્તરપ્રદેશના હોવાનું જાણવા મળ્યું હતું. મૃતક પોતાની બલિનો કારથી સાસુ નિતાબેન અને સાળી દીપ્તિબેનને ભુજ મુકવા આવતા હતા. ત્યારે આ કરૂણ ઘટના બની હતી. નખત્રાણા પોલીસે આ અંગે ગુનો દાખલ કર્યો છે.