વિપક્ષ, મુંદરા-બારોઈના ૮૦ કરોડના કૌભાંડનો મુદ્દો ૩૦મીની બોર્ડમાં બરાબર ગજવી દેખાડે..!

square grunge red scam stamp
  • ભાજપના નવનિયુકત નગરસેેવકોને તો કદાચ લાજ-શરમ નડશે..પણ..,

ગ્રામ પંચાયત વિસર્જીત કરાઈ-નગરપાલિકામાં ભેળવી દેવાઈ અને નગરપાલિકા અસ્તિત્વમાં આવી તે વચ્ચે સરકારની પડતર-ખરાબાની જમીનો ખાનગી પાર્ટીના સ્વતંત્ર માલીકી ભોગવટાની ચડાવી દેવાયાના ભ્રષ્ટ કારનામા બાબતે પ્રથમ સામાન્ય સભામાં જ થવો જોઈએ તટસ્થ-સચોટ-માહીતી સભર ખુલાસો

નગરપાલિકામાં વીપક્ષ-કોંગ્રેસને લાભદાયી નીવડી શકે તેવા મુદા બાબતે આક્રમક પ્રજાભુમિખ સરકાર હિતની રજુઆતની છે મસમોટી તક : વિપક્ષને સામાન્યસભામાં આ એજન્ડા સામેલ કરવા ૧-૪(એકચર્તુંથાંશ)બહુમતન હોય છે જરૂર-સદભાવ્યે કોંગ્રેસના નવ નગરસેવકો છે, માટે પ્રમુખશ્રીને આ એજન્ડા પર સામાન્ય સભામાં ચર્ચા નિયમ અનુસાર કરવી જ પડે : રખે કોંગ્રેસ આ તક ન ચુકે

ગાંધીધામ : સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓ બાદ ભાજપ દ્વારા નગરપાલિકાઓમાં સુકાનીઓને જવાબદારી સોપી દેવામા આવી છે. મોટાભાગની સુધરાઈઓ ભાજપ દ્વારા કબ્જે કરી લેવામા આવી છે અને તેવામાં હવે જવાબદારી ભાજપની વધી રહી છે. દરમ્યાન જ પ્રથમ જ વખત અસ્તિંત્વમાં આવેલી મુંદરા-બારોઈ નગરપાલીકાની પણ આગામી ૩૦મીએ મંગળવારે સામાન્ય સભા યોજનારી છે. આ સુધરાઈની અહીપ્રથમ બેઠક યોજાવવા પામી રહી છે.
દરમ્યાન જ હવે શહેરના પ્રબુદ્વ નાગરીકો દ્વારા એવી ચર્ચાઓ થવા પામી રહી છે કે, પ્રથમ બોર્ડ બેઠક છે એટલે વરણીઓને આવકાર આપવા સહીતની સુફિયાણી હરકતો તો કઈક થવા પામશે ઉપરાંત સુધરાઈને માળખાગત સુવિધાઓથી પણ ભરપુર કરી દેવાના વચનોની લ્હાણી થવા પામશે તે સહજ છે પરંતુ હકીકતમાં આગામી ૩૦મીએ મળી રહેલી બોર્ડ બેઠકમાં ભાજપ સહીતના તમામ નવનિયુકિત હોદેદારોનુ દાયિત્વ બની રહ્યુ છે કે, શહેરમા હોટટોપીક બની ગયેલા ૮૦ કરોડના જમીન કૌભાંડ અને તેમા સુધરાઈના પલળેલા તત્વાને મીલીભગતના વિષયને આ બેઠકમાં પારદર્શક રીતે ચર્ચા કરવામા આવે અને તથ્ય સૌની સામે લાવવામાં આવે. જો કે, ભાજપના નવનિયુકત નગરસેવકો આ બાબતે મૌન જ સેવશે કારણ કે હવે તેઓ ચુંટાઈ ગયા છે એટલે પ્રજા-મતદારો કોરાણે મુકાશે અને પક્ષને પ્રાથમિકતા આપશે એટલે તેઓ મોઢા સીવી લેશે પરંતુ મુંદરા નગરપાલિકામા વિપક્ષી નગરસેવકોએ તો આ બેઠકમા આ વિષયને બરાબરનો ગજવી દેખાડવો ઘટે.ગ્રામ પંચાયત વિસર્જીત કરાઈ-નગરપાલિકામાં ભેળવી દેવાઈ અને નગરપાલિકા અસ્તિત્વમાં આવી તે વચ્ચે સરકારની પડતર-ખરાબાની જમીનો ખાનગી પાર્ટીના સ્વતંત્ર માલીકી ભોગવટાની ચડાવી દેવાયાના ભ્રષ્ટ કારનામા બાબતે પ્રથમ સામાન્ય સભામાં જ થવો જોઈએ તટસ્થ-સચોટ-માહીતી સભર ખુલાસો અને તે વિપક્ષની આક્રમણ રજુઆતો સાથે જ થઈ શકે તેમ છે. નગરપાલિકામાં વીપક્ષ-કોંગ્રેસને લાભદાયી નીવડી શકે તેવા મુદા બાબતે આક્રમક પ્રજાભુમિખ સરકાર હિતની રજુઆતની છે મસમોટી તક અને વિપક્ષને સામાન્યસભામાં આ એજન્ડા સામેલ કરવા ૧-૪(એકચર્તુંથાંશ)બહુમતન હોય છે જરૂર-સદભાગ્યેે કોંગ્રેસના નવ નગરસેવકો છે, અને તેઓ પાસે એકચર્તુથાંસ બહુમત રહેલ છે માટે પ્રમુખશ્રીને આ એજન્ડા પર સામાન્ય સભામાં ચર્ચા નિયમ અનુસાર કરવી જ પડે.રખે કોંગ્રેસ આ તક ન ચુકે અને ૩૦મીએ આ મુદે બરાબરનો અવાજ ઉઠાવે તથા સામેપક્ષ રાજકીય પક્ષાપક્ષીને જોયા વિના જ ભાજપ શાસિત પાલિકાના પદાધિકારીઓ પણ સાધનિક દસ્તાવેજો સાથે આ વિષય પર ખુલીને બોલે તેવી આશા શહેરીજનો હાલતુરત સેવી રહયા છે.

ચીફ ઓફિસરનો ભાર ‘હળવો’ કરો : તો જ સાચું જમીન કૌભાંડ આવે બહાર

ગાંધીધામ : મુંદરા – બારોઈ નગરપાલિકા અસ્તિત્વમાં આવે તે પહેલા જ અહીં સરકારી ખરાબા – પડતર જમીનો વાળી ૩૦ થી વધુ મિલ્કતોને ખાનગી સ્વતંત્ર માલિકી ભોગવટાનો માત્રને માત્ર સોગંદનામાને આધારે નગરપાલિકા આકરણી રજીસ્ટરમાં ચડાવી દેવાયો હોવાના મસમોટા જમીન કૌભાંડની ગુંજ શહેરમાં બરાબરની ગાજી છે અને હવે વિપક્ષ પણ સહેજ જાગૃત થયો છે તથા સતાપક્ષ પણ આ વિષયને ગંભીર રીતે લઈ રહ્યો છે ત્યારે હકિકતમાં આ ગંભીર પ્રકરણની સાચી હકીકતો બહાર લાવવી હશે તો માંડવી અને મુંદરાનો બે જગ્યાઓ બહોળો કાર્યભાર સંભાળતા ચીફ ઓફીસરનો મુંદરામાંથી ભાર હળવો કરવો જોઈએ એટલે કે તેઓને અહીંથી બદલવા ઘટે. તો અને તો જ આ જમીન કૌભાંડ બહાર આવી શકે તેમ છે. જો કે કેટલાક જાણકારો તો એમ પણ કહે છે કે, માત્ર મુંદરા નહીં પણ વર્ષોથી એક મુકીને બીજી કચ્છની જુદી જુદી સુધરાઈઓમાં ચીટકીને બેઠેલા અધિકારીઓને કચ્છ બહારનો રસ્તો દેખાડવાનો સમય આવી ગયો છે.

લેન્ડગ્રેબીગ એકટ તળે ગુન્હો નોધો – ફરીયાદ કરો અથવા તો સિવિલ દાવો માંડો તો જ થશે કાર્યવાહી

ગાંધીધામ : મુંદરા બારોઈના આ જમીન કૌભાંડમાં હકીકતમાં તો ગુજરાત સરકાર દ્વારા રજુ કરાયેલ નવતર લેન્ડ ગ્રેબીંગ એકટ તળે જ ફરીયાદ દાખલ કરવામા આવવી જોઈએ , ફરીયાદ થવી જોઈએ અથવા તો પછી સિવિલ કોર્ટમાં આ પ્રકારના પ્રકરણને લઈ જવો જોઈએ નહી તો વહીવટના હોશિયાર તે સમયના વહીવટદાર આખાય પ્રકરણમાં પડદો પડાવી જવામાં સફળ થઈ જશે.

કરોડોની સરકારી જમીન કોના હુકમથી ખાનગી માલીકીમાં થઈ ગઈ તબદીલ?

ગાંધીધામ : મુંદરા-બારોઈના વાડાઓ-સરકારી ખરાબાની જમીનો પાણીના ભાવે ખાનગી માલીકોને ધરબી દેવાની વાત સામે આવી છે અને હવે પ્રકરણ ગાજી રહ્યુ છે ત્યારે દરેક એક બીજા પર ફેંકાફેંક કરી રહ્યા હેાવાનુ કહેવાય છે. ત્યારે અહી સવાલ એ થાય છે કે, આ જમીનો કોના હુકમ અને ભલામણથી આકારણીમાં ચડાવી દેવાઈ છે તે જ માત્ર ચકાસણી કરવાની જરૂરી છે અને જેણે પણ હુકમ કર્યો છે તેના જ કડક રીમાન્ડલેવાની અને તવાઈ બોલાવવાની જરૂરી છે તો આખાય ભ્રષ્ટ કારસ્તાન પરથી પડદો ઉચકાઈ જાય તેમ છે.

સુધરાઈના આકારણી રજીસ્ટ્રારમા નોધ ચડાવી કોણે?તલાટીને આ સત્તા છે ખરી?

ગાંધીધામ : બારોઈ ગ્રામ પંચાયત વિખેરાઈ અને મુંદરા નગરપાલિકામા સમાવિષ્ટ કરી દેવામા આવી તે બાદ પણ રેકર્ડ સોપણી માટે તલાટીનોખાસ કિસ્સામાં ઓેર્ડર અમુક દીવસ પુરતો કરાયો અને તેઓને નગરપાલિકામા નિયુકત કરાયા હતા. હવે જોવાની અને ચકાસવાની એ જરૂર છે કે, આવા ઓર્ડરો કરાવવાની જરૂર શી પડી? સબંધિત જમીનો નગરપાલિકાના રજીસ્ટરમાં તલાટીએ ચડાવી દીધી હોવાનો લુલો બચાવ સુધરાઈના સત્તાધીશો કહેતા ફરતા હોવાનુ મનાય છે ત્યારે સવાલ એ થાય છે કે, ગ્રામ પંચાયત વિખેરાઈ જાય પછી તલાટીને સત્તા જ શુ હોય? નગરપાલિકામાં તલાટીને પાવર શેના હોય? કદાચ કર્યુ હોય તો તત્કાલીક સુધરાઈના વહીવટદારના ભલામણ હુકમ સાથે જ કર્યુ હોય.! આ તમામ વિષયો પણ તપાસનો વિષય બની રહ્યા છે.