વાવાઝોડું સંકટ : ડીપીટી-કંડલા પ્રશાસન એકશનમાં

ચેરમેનશ્રી મહેતાએ પોર્ટ યુજર્સ સાથે યોજી બેઠક

નીચાણવાળા વિસ્તારોના લોકોના સુરક્ષિત સ્થળાંતર માટેની હાથ ધરાઈ તજવીજ : બેઠકમાં ટ્રેડર્સને વાવાઝોડા દરમ્યાન ઓછા નુકસાનીને લઈને આગોતરી વ્યવસથાઓ માટે અપાયો કોલ

એકતરફ અંજારના ડે.કલેકટર, અંજારના મામલતદાર, ડીવાયએસપી, ટીડીઓ તમામ દોડધામ વચ્ચે લોકો સુધી વાવાઝોડાની પહોંચાડી રહ્યા છે સચોટ માહીતી જયારે ગાંધીધામ મામલતદારશ્રી પાસે સમયનો સતત છે અભાવ.. : આફતના ભણકારા વાગે છે ત્યારે ગાંધીધામ મામલતદારશ્રીને તૈયારીઓની વાત કરવા ‘ફુરસદ’ની છે ઈંતેજારી..! ગાંધીધામ મામલતદારશ્રી હિરવાણીયાએ સતત રોકાયેલા જ હોવાથી પછી આરામથી વાત કરીશુનો જ આલાપ્યો રાગ : તાલુકાકક્ષાએ વાવાજોડાની સામેના એકશનપ્લાનની માહીતીઓ આપવામાં ર૪-ર૪ કલાક સુધી ગાંધીધામ મામતલદારશ્રી રહ્યા અસર્થમ : હવે જોવાનુ રહ્યુ કે, વાવાજોડાની આફત ત્રાટકશે ત્યારે તાલુકા વિસ્તારમાં કેવા કેવા પ્રકારની સચોટ અને આગોતરી સેવાઓ આ મામલતદારશ્રી સફળતાથીકરી શકયા હતા તે તરફ મંડાયા છે મીટ

ગાંધીધામ : ટૌકતે વાવાઝોડુ હવે સિવિયર સાયકલોનીક અસરમાં પરીણમી રહ્યુ છે અને આગામી ૧૭ અને ૧૮મીએ તે ગુજરાતમા દક્ષીણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ સહિતને ધમરોળશે અને વધુ શકિતશાળી બનીને ત્રાટકી શકે છે તેવી ભીતી સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમા વેરાવળથી તે ૬૭૦ કીમી દુર રહેલુ છે ત્યારે કચ્છનુ પ્રસાસન પણ આ વાવાજોડાને લઈને એલર્ટ છે તો બીજીતરફ દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ પણ હરકતમા આવી જવા પામી ગયુ હોવાનો વર્તારો સામે આવવા પામી રહ્યો છે. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ડીપીટી કંડલા પ્રસાશન દ્વારા અગમચેતીના ભાગરૂપેના તમામ પગલાઓ ભરવામા આવી રહ્યા છે. આજ રોજ ચેરમેન એસ કે મહેતાએ બપોરે બાર કલાકે એક રીવ્યુ બેઠક યોજી છે. આ બેઠકમા પોર્ટના વિવિધ વિભાગના અધિકારીઓ તથા પોર્ટ યુઝર્સ સહિતનાઓ હાજર રહ્યા છે. આજ રોજ આ બેઠકમા ખાસ કરીને સંભવત વાવાઝોડાની આફતને લઈને પોર્ટ યુઝર્સ દ્વારા કેવા કેવા પ્રકારના અટકાયાતી કદમોમાં પ્રસાસનને મદદરૂપ થવાનુ છે તથા ઓછામા ઓછા નુકસાનને કેમ પહોચી વળાય તે દીશામાં પણ જરૂરી ચર્ચા પરામર્શ કરવામા આવ્યા હતા. ચેરમેનશ્રી દ્વારા તમામ પોર્ટ યુજર્સને બંદર પર લાંગરેલા વેશલ્સ સહિતની સલામતીને લઈને ટ્રાફકી અને મરીન વિભાગને વિશેષ એલર્ટ રાખી દેવાયા હોવાની સાથે જ પોર્ટ યુઝર્સને પણતેઓના માલસામાનને વાવાજોડાથી ઓછી નુકસાની થવા બાબતે સતર્કતા રાખવા જણાવાયુ હતુ.તો વળી આજ રોજ સવારે કંડલા સીઆઈએસએફની ટુકડીઓ દ્વારા પોર્ટના દરીયાઈ કાંઠાળ વિસ્તારના નીંચાણવાળા પટ્ટામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાઈ જવા અથવા તો પહોચી જવાની સુચનાઓ આપી હતી. તો વળી ગાધીધામમા સ્થળાંતરીત થવાને માટે લોકોએ તંત્ર પાસે તેઓને ખારીરોહર સુધી પહોંચાડી દેવાની અપીલ કરવામા આવી હતી અને તે માટે પોર્ટ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાથે મળીને નીંચાણવાળા વિસ્તારનાલોકોને સલામત સ્થળે લઈ જવાને માટે પરિવહન-વાહનોની વ્યવસ્થાઓ સહિતની તજવીજ શરૂ કરી દીધી છે. દરમ્યાન જ જાણવા પોર્ટના પીઆરઓ દ્વારા આપવામા આવેલી માહીતી અનુસાર ડીપીટી બંદર પર સિગ્નલ યથાવત ૧ નંબરનું જ આજ રોજ લાગેલુ છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપેના તમામ પગલાઓ ભરવામાં આવી જ રહ્યા હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ.

સાયકલોન સામે પોર્ટ યુજર્સને એલર્ટના આ રહ્યા સુચનો

ગાંધીધામ : દીનદયાલ પોર્ટ કંડલા વિસ્તારમા સાયકલોનીક અસર વર્તાઈ રહી છે ત્યારે તમામ સબંધિત પોર્ટ યુજર્સને ૧૭મી મેથી જરૂરી અટકાયતી પગલાઓ લેવાની સુચનાઓ આપવામાં આવી છે. ૧. તમામ વેશલ્સની ઈનવર્ડ મુવમેન્ટ કેનસલ્સ ર. બર્થ તરફના તમામ વેશલ્સ વીએચએફ ચેનલ આઠ-૧૦થી સતત સંપર્કમા રહે ૩. ઓટીબી એન્કરેજના તમામ વેશલ્સ હાઈસી તરફ વળા એન્કરેજ પીકઅપ સગવડતાએ તૈયાર રહે ૪ ઓઈલ જેટી અને એલપીજી જેટીની સલામતી માટે આર્મ લોડીગ સહિતની ફટીગ બાબતે તકેદારીઓ રાખવી પ. પોર્ટ વિસ્તારમાં તમામ સબંધિતો પોતાની મશીનરીની સલામતી અંગે વ્યવસ્થાઓ કરી લે ૬ હાર્બર વિસ્તારના નાના ક્રાફટને સલામતી સાથે રાખવા ૭. હેવી વેધર કન્ટીજન્સી પ્લાન અનુસાર તમામ ટર્મિનલ પરનો કાર્ગો સુરક્ષિત રાખવો ૮ એસપીએમ ખાતેના ફલોટીગ સાધનો રફ વેધરની સ્થિતી સામે સલામત રખાય ૯ તમામ સબંધિતો પોર્ટ પ્રસાસન તથા સ્થાનિક વહીવટીતંત્રના સમર્થનમા રહે

તૌકતે સામે સલામતી માટે સૌ બને સજજ

કોઈ પણ પ્રકારના વાવાજોડામાં થનારા સાધનોની નુકસાની અંગે પોર્ટ નહી રહે જવાબદાર, પોર્ટના કોઈ સાધન-સંપત્તીને અન્ય દ્વારા નુકસાન થશે તો પ્રસાસન તેની વસુલાત પણ જે-તે પાર્ટીથી જ કરશે

ગાંધીધામ : ૧. તમામ ઓપરેટર, ક્રાફટ ઓવર્નસ, સાધનો, જેવા કે ફલોટીગ ક્રેઈન્સ, હાર્બર ક્રાફટ, કાર્ગો હેન્ડીગ સાધનો, મોબાઈલ હાર્બર ક્રેઈન તોફાની વાવાજોડામા નુકસાની ટાળવાના જરૂરી પગલાઓ ભરે ર. કોલસાના હીપ્સની હાઈટ પણ વર્તમાનથી અડધી કરી ઘટાડી દેવાય ૩. ખાતર, એગ્રો કોમોડીટીસ, વ્યવસ્થીત રીતે સેફગાર્ડ, કવર્ડ તથા ગોડાઉનથી ખસેડી લેવા ૪. તમામ પ્રકારના રોડ અને રેલ ટ્રાન્સપોર્ટેશન સ્થગિત કરી દેવા પ. પોર્ટ પ્રસાસન દ્વારા તૈનાત કરાયેલા તમામ મેન પાવરને પણ નવી સુચનાઓ ન આવે ત્યા સુધી ખસેડી લેવા ૬ પીપીપી એાપરેટર્સ એકેબીટીપીએલ તથા કેઆઈસીટીએલને સલાહ આપી અને કહેવાયુ છે કે તેઓ તેમની શોર ક્રેઈન સલામત રાખે અને કન્ટેઈનર સ્ટેકીગ હાઈટ પણ ઘટાડી નાખે