વાવાઝોડાને પગલે કચ્છ મુંબઈની ટ્રેનો બે દિવસ રદ્દ

ભુજ : અરબી સમુદ્રમાં ઉદભવેલા તૌકતે વાવાઝોડાને પગલે કચ્છ મુંબઈ વચ્ચેની રેલવે સેવા રદ્દ કરાઈ છે. બે દિવસ માટે કચ્છ મુબઈ વચ્ચે દોડતી ત્રણ ટ્રેનો સાવચેતીના પગલારૂપે રદ્દ કરાઈ છે. આ અંગેની વિગતો મુજબ કચ્છ પ્રવાસી સંઘના નિલેશ શ્યામ શાહે જણાવ્યું હતું કે, વેસ્ટર્ન રેલવે દ્વારા તૌકતે વાવાઝોડાને પગલે કચ્છ એક્સપ્રેસ, સૈયાજીનગરી એક્સપ્રેસ અને એસી સુપરફાસ્ટ ટ્રેન આગામી 16 અને 17મી મેના બે દિવસ માટે રદ્દ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રવાસીઓને પુરેપુરૂ રિફંડ આપવામાં આવશે.