વાવાઝોડાના પગલે માનવજ્યોત દ્વારા ૧૦ હજાર સુકા નાસ્તાના પેકેટ તૈયાર કરાયા

જરૂર જણાય તો પ હજાર પુરી-શાકના પેકેટ પણ તૈયાર કરાશે

ભુજ : હાલમાં જયારે કચ્છમાં તાઉતે વાવાઝોડાના પગલે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે, ત્યારે હજારો લોકોનું સ્થળાંતર કરાયું છે. સ્થળાંતરીત કરાયેલા લોકો માટે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ૧૦ હજાર સુકા નાસ્તાના પેકેટ તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જો જરૂર જણાય તો પ હજાર પુરી-શાકના પેકેટ પણ તૈયાર કરવામાં આવશે.માનવજ્યોત સંસ્થાના પ્રમુખ પ્રબોધ મુનવરના જણાવ્યા પ્રમાણે હાલમાં વાવાઝોડાની સ્થિતિને ધ્યાને રાખી લોકોનું સ્થળાતર કરવામાં આવી રહ્યું છે, ત્યારે સંસ્થા દ્વારા ૧૦ હજાર સુકા નાસ્તાના પેકેટ તૈયાર કરાઈ રહ્યા છે. જેનું સંદેશો મળશે ત્યાં આશ્રયસ્થાનો અને સ્થળાંતરીત કેન્દ્રોમાં વિતરણ કરવામાં આવશે. જો જરૂર જણાય તો વિસ્થાપીતો માટે પ હજાર પુરીશાકના પેકેટ પણ તૈયાર કરવામાં આવશે. આ માટે જરૂરી અનાજ વસાવી લેવાયું છે, રસોયાઓ તૈયાર છે. સંસ્થા ર૦ હજાર લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.