વાવાઝોડાના પગલે ભુજનો વોક-વે ખાલી કરાવાયો : લોકોને ઘરે જવા પોલીસની સૂચના

ભુજ : તાઉતે વાવાઝોડાની અસરને પગલે ભુજમાં ગઈકાલે સાંજે પોલીસ દ્વારા વોકવે સહિતના સ્થળો ખાલી કરાવી લોકોને ઘરે જવા સૂચના અપાઈ હતી.શહેરના વોક-વે, ખેંગાર બાગ, લેકવ્યુ, હમીરસર સહિતના વિસ્તારોમાં સાંજના સમયે લોકોની ભારે અવર-જવર હોય છે ત્યારે એ ડિવિઝન પોલીસ સહિતની ટીમોએ વાવાઝોડાના કારણે લોકોને ત્વરીત ઘરે જવા સૂચના આપી હતી. થોડીવારમાં જ ભુજના હાર્દ સમો આ વિસ્તાર વાવાઝોડાના કારણે ખાલી કરી દેવાયો હતો. આ ઉપરાંત સમગ્ર શહેરમાં જ્યાં પણ લોકો બિનજરૂરી દેખાયા તેઓને પોલીસ દ્વારા ઘરે પહોંચવા તાકીદ કરાઈ હતી. ઉપરાંત દરેક ચાર રસ્તા, મેઈન હાઈવે, જાહેર સ્થળોએ પોલીસ સ્ટાફને તૈનાત કરી દેવાયા હતા.