વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના જિલ્લાઓનો પ્રદેશ ભાજપ અધ્યક્ષે શરૂ કર્યો પ્રવાસ

જાફરાબાદમાં લોકોને મળીને પાટીલે નુકશાની અંગેનો તાગ મેળવ્યો : પ્રદેશ મહામંત્રી કચ્છના સાંસદ વિનોદ ચાવડા રહ્યા ઉપસ્થિત

ગાંધીનગરઃ  તાઊતે વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત થયેલા સૌરાષ્ટ્રના જિલ્લાઓ નો આજથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર . પાટીલે પ્રવાસ શરૂ કર્યો છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફરીને નુકસાનીનો તાગ મેળવી રહ્યા છે. સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત જિલ્લાઓના પ્રવાસ દરમિયાન આજે પ્રથમ દિવસે પ્રદેશ અધ્યક્ષ સી. આર . પાટીલે અમરેલી જિલ્લાના જાફરાબાદ ની મુલાકાત લીધી હતી.અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર ખાતે પ્રદેશ અધ્યક્ષ  સી. આર.  પાટીલે માછીમારો અને બોટ એસોસિયેશનના હોદેદારો સાથે વાવાઝોડામાં થયેલા નુકશાન સંબંધિત ચર્ચા કરી હતી અને નુકસાની અંગેનો તાગ મેળવ્યો હતો.