વાડાપધ્ધરની વાડીમાંથી શરાબ સાથે બે ઝડપાયા

નલિયા : અબડાસાના વાડાપધ્ધર અને ભાનાડા માર્ગે આવેલી વાડીમાંથી પોલીસે ૧ર,૬૦૦ની ૩૬ દારૂની બોટ સાથે બે શખ્સોને ઝડપ્યા હતા. દરોડામાં કુલદીપસિંહ લાખુભા જાડેજા અને રવિરાજસિંહ સજુભા જાડેજાને ઝડપી પડાયા હતા. જ્યારે લક્ષદિપસિંહ ઝાલા નામનો શખ્સ હાથ લાગ્યો
ન હતો.