વાગડ ફોલ્ટલાઈનમાં ફરી સળવળાટ : વધુ બે આંચકા અનુભવાયા

ભચાઉ પાસે ર.૭ અને દુધઈ નજીક ર ની તીવ્રતાથી ધરા ધ્રુજી

ભુજ : વાગડ ફોલ્ટલાઈન ફરી સક્રીય થઈ હોય તેમ અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા હોય છે ત્યારે આજે વધુ બે આંચકા આ ફોલ્ટલાઈન પર અનુભવાયા છે. ગાંધીનગર સિસ્મોલોજી કચેરીથી પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉથી ૧૯ કિલોમીટર દૂર રીકટર સ્કેલ પર ર.૭ની તીવ્રતાનો આંચકો આજે પરોઢે ૪.૧૦ મિનીટે અનુભવાયો હતો. જયારે દુધઈથી ર૮ કિ.મી. દૂર રિકટર સ્કેલ પર ર ની તીવ્રતાનો આંચકો મોડી રાત્રે ૧ર.પર મિનીટે નોંધાયો હતો. અવારનવાર આંચકા અનુભવાતા હોય છે. ગઈકાલે ખાવડામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.