વાંકાનેરમાંથી એક શખ્સ પિસ્તોલ અને કારતૂસ સાથે પકડાયો

(જી.એન.એસ.)વાંકાનેર,વાંકાનેર પોલીસે નવા ઢુવા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર પિસ્તોલ અને ૧૦ નંગ કારતૂસ તેમજ મેગઝીન સાથે પકડી પાડ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસને બાતમી મળી હતી તેના આધારે નવા ઢુવા ગામના ઝાપા પાસેથી આરોપી અશોક રતિલાલ અણીયારીયાને ઝડપી લઈને ગેરકાયદેસર હાથ બનાવટની ૧ નંગ પિસ્તોલ કિંમત રૂપિયા ૨૦ હજાર તેમજ ૧૦ નંગ કારતૂસની કિંમત રૂપિયા ૧૦૦૦ અને એક મેગઝીન કિંમત રૂપિયા ૫૦૦ મળીને રૂપિયા ૨૧,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આરોપીએ પિસ્તોલ વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલા લેમ્બ કારખાનામાં રહેતા અવધેશ ગૌરીશંકર રાયવાળા પાસેથી લીધાની કબૂલાત કરી હતી. જેથી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તેમજ અવધેશ ગૌરીશંકર રાયને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.