(જી.એન.એસ.)વલસાડ,વલસાડ જિલ્લા એલ.સી.બીએ વાપીમાંથી બે આરટીઓ એજન્ટની ગેરરીતી મામલે ધરપકડ કરી છે. બન્ને એજન્ટ વાપીમાં ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવતા હતા. બન્ને આરોપી આરસી બુક ખોવાઈ ગઈ હોય તેવા વાહનચાલકો પાસેથી મોટી રકમમાં પૈસા પડાવી પોલીસ સ્ટેશનના ખોટા સહી-સિક્કાઓ કરી ડુપ્લીકેટ આરસી બુક બનાવી આપતા હતા. જે અંગે પોલીસે બેની ધરપકડ તો અન્ય બે શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.તો બીજી તરફ આરટીઓ એજન્ટ પકડાતા આરટીઓ કચેરીના અન્ય એજન્ટોમાં પણ ફફડાટ ફેલાતા જીઆઇડીસી પોલીસ મથકે જિલ્લાના આરટીઓ એજન્ટોના ટોળા જોવા મળ્યા હતાં. પોલીસે આરોપી એજન્ટ પાસેથી વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા આર.ટી.ઓ.કચેરીના ૧૩ જેટલા રબર સ્ટેમ્પ અને પોલીસના લખાણવાળા દાખલાઓના કાગળ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.