વલસાડમાં વેપારીઓએ દુકાનો ખુલ્લી રાખતા પોલીસે બંધ કરાવવાની પડી ફરજ

(જી.એન.એસ)વલસાડ,વલસાડ જિલ્લામાં જે રીતે દિન પ્રતિદિન કોરોના સંક્રમણની સંખ્યામાં વધારો થતો જાય છે. તેને જોતા સરકાર અને વહીવટી તંત્ર દ્વારા રાત્રે ૮થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ અમલમાં મુકવામાં આવ્યો છે. જેમાં કેટલાક લોકોને બાદ કરતા તમા લોકોની આવાગમન બંધ રાખવા જાણવામાં આવ્યું છે. દુકાનો બંધ રાખવા જણાવવામાં આવ્યું છે છતા કેટલાક લોકો સમજતા નથી.કર્ફ્યૂના સમય દરમિયાન આવશ્યક સેવા જેવી કે દૂધ, દવા અને શાકભાજી જેવી ચીજોને મુક્તિ આપવામાં આવી છે. જયારે અન્ય કોઈ પણ સેવાઓ ચાલુ રાખી શકાશે નહી. સાથે માંદગીમાં સપડાયેલા વ્યક્તિને સારવાર અર્થે લઇ જનારને પણ મુક્તિ આપવામાં આવી છે.વલસાડ જિલ્લામાં હાલ ૫૦૦થી વધુ કોરોના એક્ટીવ કેસ છે. અનેક લોકો સારવાર લઇ રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં સંક્રમણ અટકાવવા માટે રાત્રી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યુુ છે. છતાં પણ કેટલાક દુકાનદારો દ્વારા તેનું પાલન ના કરીને દુકાનો ખુલ્લી રાખવામાં આવી રહી છે. જેને પગલે પોલીસ દ્વારા સમગ્ર બાબતની ગંભીરતા સમજાવીને દુકાનો બંધ કરાવવાની ફરજ પડી રહી છે. આમ વલસાડ જિલ્લામાં કર્ફ્યૂની અમલવારી શરુ કરવામાં આવી છે. રાત્રીના ૮ થી સવારે ૬ વાગ્યા સુધી તમામ સ્થળે કર્ફ્યૂ અમલમાં મુકવામાં આવ્યુ છે.