નલિયા : અબડાસા તાલુકાના વરાડિયા ગામે રહેતા યુવાનને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર વરાડિયા ગામે રહેતા ઈબ્રાહીમ ઉમરા મંધરા, સદામ ઈબ્રાહીમ મંધરા તથા મજીદ ઈબ્રાહીમ મંધરા પૈકી ઈબ્રાહીમ ઉમર મંધરાએ વરાડિયા ગામે રહેતા અબ્દુલ્લા ઉમર મંધરાની નાની બહેન સારૂબાઈની માલિકીની જમીન વરાડિયાથી અઢી કિલોમીટર દુર આવેલા તે વાડીને ખેડી નાખતા આજે સવારે દસેક વાગ્યે અબ્દુલ્લા ઉમર મંધરા આરોપીઓને સમજાવવા જતા ત્રણેય જણા ઉશ્કેરાઈ જઈ ભુડી ગાળો આપી ધકબુશટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કોઠારા પોલીસે અબ્દુલ્લા ઉમર મંધરા (ઉ.વ. ૩૪)ની ફરિયાદ પરથી ગુનો નોંધી હેડ કોન્સટેબલ માણેકભાઈ ગઢવીએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ જયંતીભાઈ ચૌહાણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here