વરસામેડીની સીમમાં ખેતરમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી

SSUCv3H4sIAAAAAAAEAJ2RTW7DIBCF95V6B4u1LfmHxKRXiboYA3ZGcUwFOFUU+e4FY6RZd8f7HjPMG96fH0XBBnAo2VfxjiponOfVeQsezRJwUx5cK/TGIswB1pFtu8OcB7867WKLA0nwegp3Ezzq8zvXpIts7GaoCBZjJWFuHXaW0Vb+uzIdvnMUmPQiX/vAJIjVs4YU5Jqusvuv1/ZBoz1RaUM0rAoNSfk0EuZY0JHOPxYlLhMpM/6mLd1YWLl5ELAYv09yBGMqrDTKpmv6pq/55dSd+lb0HWf5G4y8o6Kzpp+5YbDsi3BUsZNsOR+FPlcga17x8ygqMYxDVWuoRdO2YycuYYPbH2PIbxcmAgAA

અંજાર : તાલુકાના વરસામેડી ગામે એરપોર્ટ ચોકડી નજીક ખેતરમાંથી અંદાજે ૩૦ થી ૩પ વર્ષિય અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેતરમાંથી દુર્ગંધ આવતા તપાસ કરાતા મૃત હાલતમાં યુવાન મળી આવતા પોલીસને જાણ કરાઈ હતી. અંજાર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ કેસાભાઈ ગોવાભાઈ રબારી (ઉ.વ.૩પ) (રહે. વરસામેડી)એ પોલીસ મથકે નોંધાવેલી વિગતોને ટાંકીને પોલીસે માહિતી આપતા કહ્યું હતું કે, એરપોર્ટ ચોકડી પાસે એક ખેતરમાંથી દુર્ગંધ આવતા જાહેર કરનારે જઈને જોતા એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. અંદાજે ૩૦ થી ૩પ વર્ષિય યુવાનના મોઢાના ભાગને કોઈ જાનવર ખાઈ ગયું હતું. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડી તેની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. બનાવને પગલે પીએસઆઈ જી. બી. માજીરાણાએ આગળની તપાસ હાથ ધરી છે.