વરસાદી માહોલ વચ્ચે ભચાઉમાં ૪.રના ભૂકંપથી ફફડાટ

0
126

ભચાઉ : જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયેલો છે, તે વચ્ચે ભચાઉ સમીપે ૪.રની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકો ફફડાટ વ્યાપી ગયો હતો. આજે બપોરે પોણા ચાર વાગ્યાના અરસામાં ભૂકંપનું કંપન અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભચાઉથી ૧૧ કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. આંચકાની તીવ્રતા એટલી હતી કે ગાંધીધામ, દુધઈ, ભુજ સુધી લોકોએ પળવાર માટે આંચકાની અનુભૂતી કરી હતી. ભચાઉની વાત કરીએ તો એકાએક ધરા ધ્રુજતા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. આજે સવારે પણ ખાવડા સમીપે ર.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આજે જિલ્લા વ્યાપી વરસાદ વચ્ચે એક દિવસમાં કચ્છમાં પૂર્વમાં ભચાઉ અને પશ્ચિમમાં ખાવડા મધ્યે કંપનો અનુભવાયા હતા.