વરસતા વરસાદે સામખિયાળી હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત

0
29

સામખિયાળી : કચ્છના પ્રવેશદ્વાર વાગડથી લઈ પશ્ચિમ કચ્છ સુધી આજે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સામખિયાળીમાં વરસતા વરસાદે દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. સામખિયાળી રાષ્ટ્રીય ધોરી માર્ગ પરથી પસાર થતા બાઈક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવાનનું મોત નિપજયું હતું.  સામખિયાળી નજીક આવેલી ઈટી કંપની પાસે અકસ્માતની આ ઘટના બપોરે બે વાગ્યાના અરસામાં બની હતી. પ્લસર બાઈક લઈ અહીંથી પસાર થતા બાઈક સવારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી નાસી જતાં બાઈક ચાલક યુવાન નીચે પટકાયો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નિપજયું હતું. હતભાગી યુવકનું નામ ચંદનસિંગ અને તે સામખિયાળી રેલવેમાં ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં સામખિયાળી ટોલ ગેટના કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. અને હતભાગીને લાકડિયા પીએચસીમાં ખસેડ્યો હતો. સામખિયાળી પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.