વધી ચીનની વિસ્તારવાદની ભૂખઃ શ્રીલંકાના પોર્ટ સિટી હંબનટોટા પર હવે ડ્રેગનનો સંપૂર્ણ કબજાે

(એજન્સી દ્વારા) નવીદિલ્હી : શ્રીલંકાની સંસદે પોર્ટ સીટી ઇકોનોમિક કમિશન બિલને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત કોલંબોની બાજુમાં ૨૬૯ હેક્ટર જમીન પર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ) બનાવવામાં આવશે. સેવાલક્ષી ઉદ્યોગો માટે તે દેશનો પહેલો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન હશે,  બિલની તરફેણમાં ૧૪૯, જ્યારે વિરૂધ્ધમાં ૫૮ સાંસદોએ મતદાન કર્યું. આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ચીન મોટા પ્રમાણમાં મુડી રોકાણ કરવાનું છે, અને ચીનનું મુડી રોકાણ તેના ચલણ યુઆનમાં થશે, આ રીતે ચીનનું સત્તાવાર ચલણ યુઆન શ્રીલંકામાં પણ પગપેસારો કરશે.બિલની જાેગવાઈઓ હેઠળ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોનનું સંચાલન કરવા રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં એક કમિશન બનાવવામાં આવશે. પોર્ટ સીટીમાં માન્યતા પ્રાપ્ત કોઈપણ વિદેશી ચલણમાં વેપાર કરી શકાશે. ઉલ્લેખનિય છે કે ૮ એપ્રિલના રોજ પોર્ટ સીટી ઇકોનોમિક કમિશન બિલ સંસદમાં રજૂ કરાયું, ત્યારે શ્રીલંકાની સુપ્રીમ કોર્ટમાં તેની વિરૂધ્ધ ૧૯ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.