વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણી અશ્વિન સોલંકીનું કોરોના વાયરસથી નિધન

(જી.એન.એસ.)વડોદરા,વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણી અશ્વિન સોલંકીનું કોરોના વાઇરસની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. અશ્વિન સોલંકી છેલ્લા કેટલાક દિવસથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ થતાં તેમના પરિવાર અને શહેર કોંગ્રેસમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાવાર રસીકરણની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તે સમયે જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામાં ૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો અને ૪૫થી ૫૯ વર્ષના જોખમી રોગ પીડિતોની શ્રેણીમાં નોંધાયેલા લોકો પૈકી ૯૮ ટકાને રસી મૂકી દેવામાં આવી છે. આ શ્રેણીમાં આજના દિવસમાં લગભગ ૧૦૦ ટકા કામગીરી પૂરી થઈ જવાની અપેક્ષા છે. તેમણે જિલ્લા આરોગ્ય તંત્રની સંનિષ્ઠ કામગીરીને બિરદાવી હતી.