વડોદરાના નવ નિયુક્ત મેયર કેયુર રોકડિયા કોરોના પોઝિટિવ

0
31

(જી.એન.એસ.)વડોદરા,વધુ એક નેતાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ વખતે વડોદરા મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયા પોઝિટિવ આવ્યા છે. તેમને કોરોનાના લક્ષણો જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો અને તે પોઝિટિવ આવ્યો છે. તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવાની સલાહ આપી છે.
મેયર કેયુર રોકડીયાને ૩-૪ દિવસથી કોરોના પ્રારંભિક લક્ષણો હોવાનું જણાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો. તેમણે કરાવેલો આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કોરોના આવ્યા બાદ ડૉક્ટરની સલાહ પ્રમાણે હોમ ક્વોરન્ટાઈન થવાનો નિર્ણય લીધો છે. એટલે કે તેમની તબિયત સ્થિર છે અને તેઓ ઘરે જ આરામ કરી રહ્યા છે.
કેયુર રોકડીયાએ પાછલા ૩ દિવસમાં તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા માટેની સલાહ આપી છે. મહત્વનું છે કે પાછલા વર્ષે જે રીતે કોરોના વકરી રહ્યો હતો તે રીતે ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં ગુજરાતમાં અગાઉ નોંધાયેલા કેસના આંકડાને નવા આંકડા પાછળ છોડી રહ્યા છે.