વડોદરાઃ ભાજપના ધારાસભ્ય મનિષા વકીલ થયા કોરોના સંક્રમિત

(જી.એન.એસ)વડોદરા,વડોદરાના ભાજપના ધારાસભ્ય મનિષા વકીલ કોરોના સંક્રમિત થયા છે. મનિષા વકીલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ’છેલ્લા ૩-૪ દિવસથી કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા કોવિડ-૧૯ માટે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ૩ દિવસ દરમિયાન મારા સંપર્કમાં આવેલા સૌને કાળજી રાખવા તથા ટેસ્ટ કરાવી લેવા વિનંતી છે.વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૩૧,૧૦૬ પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૨૫૭ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૨૭,૮૨૧ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૩૦૨૮ એક્ટિવ કેસ પૈકી ૧૭૭ દર્દી ઓક્સિજન ઉપર અને ૧૧૧ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૨૭૪૦ દર્દીની હાલત સ્થિર છે.