લો બોલો…ગાદલામાં રૂની જગ્યાએ ઉપયોગ થયેલા માસ્ક ભરતું કારખાનું ઝડપાયું

(જી.એન.એસ)જલગાંવ,મહારાષ્ટ્રના જલગાંવમાં હેરાન કરનાર કારનામું સામે આવ્યું છે. અહીં ગાદલામાં રૂની જગ્યાએ ઉપયોગ કરાયેલા માસ્ક ભરાઇ રહ્યા હતા. એકબાજુ જ્યાં દેશ કોવિડ સંક્રમણથી ઝઝૂમી રહ્યો છે તમામ પ્રકારની સાવધાનીઓ રાખવાના નિર્દેશ આપી રહ્યા છે તો ગાદલાની અંદર ઉપયોગ કરાયેલા માસ્કોને ભરવું કેટલું ખતરનાક સાબિત થશે તેનો અંદાજો લગાવી શકો છો.જલગાંવના MIDC પોલીસ સ્ટેશનને માહિતી મળી કે મહારાષ્ટ્ર ગાડી સેન્ટરમાં માસ્કોનો ઉપયોગ રૂની જગ્યાએ કરાઇ રહ્યો છે. માહિતી મળતા જ પોલીસ ગાદલું બનાવનાર કારખાનામાં પહોંચી તો ત્યાં જોયું કે ગાદલામાં માસ્ક ભરવાનું કામ થઇ રહ્યું છે.મળતી માહિતી પ્રમાણે પોલીસે ગાદલા સેન્ટરના માલિક અમજદ મંસૂરીની સામે કેસ નોંધાવ્યો છે. આ કારનામામાં ગાદી સેન્ટર સિવાય બીજા કયા-કયા લોકો સામેલ છે તેની તપાસ કરાય રહી છે. પોલીસને સ્થળ પરથી ઉપયોગ કરાયેલા માસ્કનો ભંડાર પણ મળ્યો છે જેને સળગાવી દેવાયો છે.એકબાજુ જ્યાં આખો દેશ કોવિડ મહામારીનો મુકાબલો મળીને કરી રહ્યું છે તો બીજીબાજુ આ પ્રકારની ઘટનાઓ આ મુકાબલાને નબળો પાડી રહી છે. હાલ પોલીસ કેસની તપાસ કરી રહ્યું છે પરંતુ આ ખુલાસાથી વિસ્તારમાં દહેશતનો માહોલ છે.