લોહાણા મહાજનવાડી ખાતે ૧૩૨ લોકોએ કોવીકસીન મુકાવી

0
26

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટરો દ્વારા હાલમાં ૪૫ વર્ષ અને તેનાથી ઉપરના નાગરિકો માટે શહેરના તમામ વોર્ડમાં અને સમાજના વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા કોવીડ રસીકરણની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે જે અંતર્ગત શ્રી વોકળા ગરબી મિત્ર મંડળ અને ભુજ સીવીલ ડિફેનસ ભુજ વોર્ડન સર્વિસ દ્વારા કાકુભાઇ રંગવાલા લોહાણા મહાજનવાડી ખાતે ૪૫થી વધુ વયના વયસ્ક નાગરિકો માટે કોવીડ વેકસીન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૪૫ થી વધુ ઉંમરના ૧૩૨ નાગરિકોએ કોવીશીલ્ડ રસી મુકાવી હતી. ૧૨૫ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો તેમજ ૭ લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો.

મહાજન સમાજ સાથે અન્ય સમાજના નાગરિકો સાથે ૪ મુસ્લિમ બિરાદારોએ પણ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો હતો. મહાજન પ્રમુખ કિરણભાઇ ગણાત્રા ભુજ નગરપાલિકા ઉપાધ્યક્ષ રેશ્માબેન ઝવેરી ગરબી મંડળ પ્રમુખ રામલાલ ઠકકર અગ્રણી દિનેશ ભાવસાર અશોક તન્ના અને વોર્ડના કાઉન્સિલર અનીલ છત્રાળા, પાયલબેન ઠકકર, ધીરેન લાલન અને ઈમરાન ખાટકીની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાયથી રસીકરણ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

સિવિલ ડિફેન્સ ચીફ વોર્ડન ચિરાગ ભટૃના માર્ગદર્શનમાં વોર્ડન સર્વિવસના અરૂણ જોશી, જગદીશ ઠકકર, અભય શાહ, અશ્વિન સોની, ઈશ્વર મહેશ્વરી, અશોક પુજારા તેમજ ગરબી મંડળ કાર્યકરો મનીષ ઠકકર, દિપેશ ભાવસાર, નિલેશ ભાવસાર, અશ્વિન પુજારા, વ્યોમ કારિયા, રાજુ ઠકકર, હિરેન શાહ, મિત પુજારા, કમલેશ પુજારા, મણીલાલ માસ્તર, નરેશ સુથાર વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત કરી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ રાજુ પુરોહિતે કરી હતી.