લોરીયાના ગેંગરેપ કેસમાં આરોપીને ર૦ વર્ષ કેદની સજા

0
18

ભુજ સેશન્સ કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો

ભુજ : તાલુકાના લોરીયા ગામના ર૦૧૭ના ગેંગરેપ કેસમાં ભુજ સેશન્સ કોર્ટે આરોપીને ર૦ વર્ષની કેદની સજા, રૂા. રપ, ૦૦૦નો દંડ અને જાે ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજાનો હુકમ કરી ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.
આ કેસની વધુ વિગત મુજબ ફરિયાદીના પતિ ધંધાર્થે ટ્રક લઈ બહાર ગયા હતા તે દરમ્યાન ફરિયાદી એકલા હતા તે સમય આ કામના આરોપી ભુરા ઉર્ફે ભુરજી ઉર્ફે નવલસિંહ રાણાજી જાડેજા તથા પથુભા ચમાજી જાડેજાએ એકલતાનો લાભ લઈ ઘરમાં ગેરકાયદે રીતે પ્રવેશીને અવાજ કરશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી બન્ને આરોપીઓએ ફરિયાદીની ઈચ્છા વિરૂધ્ધ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો.

ફરિયાદીને તાત્કાલીક જી.કે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બન્ને આરોપીઓ વિરૂધ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો ભુજ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો. આ અંગે અદાલતમાં ચાર્જશીટ રજુ કરાઈ હતી. ભુજના છઠ્ઠા અધિક સેશન્સ જજની કોર્ટમાં કેસ ચાલતા ર૭ દસ્તાવેજી પુરાવા તથા રપ સાક્ષીને તપાસીને આરોપી ભુરા ઉર્ફે ભુરજી ઉર્ફે નવલસિંહ રાણાજી જાડેજાને તકસીરવાન ઠેરવીને ર૦ વર્ષ કેદની સજા તેમજ અન્ય કલમો હેઠળ પણ કેદ અને રૂા. ૩પ૦૦ દંડ ફટકાર્યો છે. રૂા. રપ, ૦૦૦નો દંડ ભરવા હુકમ કર્યો છે જાે દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. આ કામે સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી. અત્રે નોંધનીય છે કે અન્ય એક આરોપી પથુભા ચમાજી જાડેજાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવામાં આવ્યો છે.