અરજદારોએ ડીડીઓને કરી લેખિત રજૂઆત

ભુજ : તાલુકાના લોડાઈ જૂથ ગ્રામ પંચાયત દ્વારા ગામના મકાનો આકારણીમાં ચડાવવામાં ભેદભાવ કરાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.લોડાઈ જૂથ ગ્રામ પંચાયત હેઠળના કેશવનગરના અરજદારો ભગુ સવા ડાંગર, ધના રાણા ચાડ, હિરા કેશુ કોલી, ઈબ્રાહીમ મામદ ખલીફા દ્વારા ડીડીઓને કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ગામના સરપંચ અને તલાટી મનમાની કરીને ગરીબો સાથે અન્યાય કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સરપંચ પોતાના મળતિયાઓના મકાનો આકારણીમાં ચડાવી આવે છે પણ ગામતળમાં આવતા મકાનો આકારણીમાં ચડાવવાના બદલે ધાક ધમકી આપતા હોવાની ફરિયાદ કરાઈ છે. ઉપરાંત સરપંચે પોતાના મળતિયાના ૮૪ મકાનો આકારાણીમાં ચડાવ્યા હોવાનો આક્ષેપ કરાયો છે, ત્યારે સમગ્ર બાબતે તપાસ કરીને ન્યાયની માંગ કરાઈ છે. અન્યથા ૧પ દિવસ બાદ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધની ચીમકી ઉચ્ચારાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here