લોડાઈના ગ્રામજનો એકજુટ થઈ કોરોના સામે જંગ લડ્યા

ભુજ : તાલુકાના લોડાઈ ગામે ૧૯/૪થી ૧૮/પ/૨૧ સુધી એક માસ દરમિયાન ગામ લોકો એક જૂટ થઈ કોરોના સામે જંગ લડયા છે. શરૂઆતમાં છ દિવસ સંપૂર્ણ લોકડાઉન અને અન્ય દિવસો આંશિક લોકડાઉનનું ગામ લોકોએ પાલન કર્યું. ગામમાં કરીયાણા, હેર કટીંગ, ઠંડા
પીણા, આઈસ્ક્રીમ, પાર્લર, ઓટો ગેરેજ, ચાની હોટલ, મોબાઈલ વિક્રેતા, નાસ્તા હાઉસ, હાર્ડવેર, ફોટોગ્રાફીના સ્ટુડિયો, વેલ્ડીંગ, પંચરવાળા, દરજી, સુવર્ણકાર, ફ્લોર મિલ, કાપડ, બુટ ચંપલ, મીઠાઈ, મોચી કામ, હોલસેલરો વગેરે કામદારોએ સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન કર્યું હતું.
વેપારી મંડળના સભ્યો અનીલ શેખવા, ભુરા મહારાજ, હિરેન ઠક્કર, રમેશ પટેલ, કાંતીલાલ મહેતા, ડી.એલ. આહીર, હરિભાઈ જરૂ, રમેશ મુરલીધર, રણછોડ માતા, વસણ પટેલ, હરેશ મહેતા, ભાવેશ સોનીએ વિવિધ સૂચનો કર્યા. ગામના સરપંચ ભરતભાઈ ડાંગરે રેપિડ ટેસ્ટની ૧૦૦, તાલુકા પંચાયતના સભ્ય અનિલભાઈ આહીરે ૫૦ ટેસ્ટ કીટ તથા ૧૦,૦૦૦ રૂપિયા કોરોના ગ્રસ્તોને સહાય તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકોએ રેપિડ ટેસ્ટ કીટોની સહાય કરી હતી. સરકારી આયુર્વેદિક દવાખાના તરફથી આરોગ્યવર્ધક ઉકાળો
પીવડાવવામાં આવ્યો. નરસિંહ પટેલ, કાયમ કાપડી, લક્ષ્મણ ગઢવી, રણછોડ આહિર, વાસણ પટેલ તથા ગામના તમામ
વેપારીઓએ સ્વૈચ્છિક દુકાનો બંધ રાખી કોરોના ફેલાતો અટકે તે માટે પ્રયત્ન કર્યા. તેવું લતિફ ગગડાની યાદીમાં જણાવાયું હતું.