લોકો ગાઇલાઇનનું પાલન નહિ કરે તો સંપૂર્ણ લોકડાઉન લાગુ કરાશે

(જી.એન.એસ.)મુંબઇ,કોરોનાના વધતા જતા સંક્રમણથી દેશમાં હાહાકાર છે. તેમાં પણ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ એટલુ ઝડપથી ફેલાઈ રહ્યુ છે કે, રાજ્ય સરકાર ચોંકી ઉઠી છે.મહારાષ્ટ્રના નાયબ વડાપ્રધાન અજીત પવારે મોટુ નિવેદન આપતા કહ્યુ છે કે, જો લોકો કોરોનાની ગાઈડલાઈનનુ પાલન નહીં કરે તો રાજ્યામં સંપૂર્ણ લોકડાઉન લગાવવા માટે સરકારને મજબૂર થવુ પડશે.ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાનુ આગમન થયુ ત્યારથી કોરોના સંક્રમણના મામલે મહારાષ્ટ્ર મોખરે રહ્યુ છે.આ સ્થિતિમાં એક વર્ષ પછી પણ કોઈ મોટો ફેરફાર થયો નથી.હજી પણ કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જ આવી રહ્યા છે.આ સંજોગોમાં હવે રાજ્ય સરકારને ના છુટકે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા માટે ધમકી આપવી પડી છે.જોકે એ પછી પણ મહારાષ્ટ્રમાં સ્થિતિ સુધરશે કે કેમ તે સવાલ છે.દરમિયાન મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની સ્થઇતિને લઈને આજે રાજ્યના તમામ જિલ્લા કલેકટર સાથે મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે એક બેઠક પણ કરવાના છે.બીજી તરફ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના ૫૯૦૦૦ નવા કેસ સામે આવી ચુક્યા છે.