લીલાશા કોવિડ કેર હોસ્પિટલ દર્દીનારાયણોની સેવાકાજે સદાય તત્પર : અંજાર ના.કલેકટરે લીધી સમીક્ષા મુલાકાત

લોકડાઉનની છુટછાટ વધી રહી છે ત્યારે લોકો વધુ બહાર નીકળવાની સ્થીતીએ ફરી કેસો વધુ તો સ્ટેન્ડ બાય બેકઅપ એકશન પ્લાન સહિતના મામલે ડીસી ડો.જાેષીએ સંસ્થાના સેવાભાવીઓ સાથે કરી સ્થળ પર ચર્ચા પરામર્શ : કોવિડ કેરમાં સેવારત તબીબોની ટીમના પણ મેળવ્યા મંતવ્યો : તંત્રની સહાય-સાધનીક જરૂરીયાતો બાબતે પણ અંકે કરી વિગતો : આ લડાઈ લાંબી છે, કેસો એકાએક કદાચ વધે તો લીલાશા કુટીયા કોવિદ કેરમાં કેવી વ્યવસ્થાઓ યુદ્ધના ધોરણે ઉભી કરી શકાય તે બાબતે ઘડાયો એકશન પ્લાન

ગાંધીધામ : કોરોના મહામારીની બીજી લહેર ખુબ જ ઘાતક પુરવાર થવા પામી છે. સરકાર દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવ્યા છતા પણ હોસ્પીટલોમાં પથારી લઈ અને દવાઓ તથા પ્રાણવાયુ એવા ઓકિસજનને લઈને ભારે બુમબરાડા ભરી સ્થિતી સર્જાઈ જવા પામી ગઈ હતી. આવામાં પૂર્વ કચ્છમાં લોકભાગીદારી અને સરકારીતંત્રના સંકલનથી કોરોના મહામારીને ડામવાની દીશામાં આદર્શ અને શ્રેષ્ઠ દાખલારૂપ એવુ લીલાશા કુટીયા કોવિદ કેર સેન્ટર કેટલાક દર્દીઓને માટે સંજીવનીરૂપ બનવા પામી ગયુ છે. લીલાશા કુટીયા આશ્રમ ટ્રસ્ટ તથા ટ્રસ્ટીઓના સહયોથી અને ભારતીય વિકાસ પરિષદ અને અગ્રવાલ સમાજ દ્વારા સંચાલિત કોવિડ કેર સેન્ટરમાં સરકારી તબક્કે તો જરૂરી માળખુ અપાયું જ અપાયુ પરંતુ અહીની સામાજીક અગ્રણી સંસ્થા, વેપારી આગેવાનો, સ્વયં ભુ રીતે મદદે આગળ આવ્યા અને બસ લોકભાગીદારીથી આ મહામારી સામે કેવી રીતે લડી શકાય તેની કેડી જ કંડારી દીધી અને કેટલાક જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓને કોરોના મહામારીમાં મોટી રાહત આપતું છત્ર પુરવાર થવા પામ્યુ છે. સદભાગ્યે હાલના સમયે કોરોનાની બીજીલહેર બાદ હવે કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે ત્યારે લીલાશા કુટીયા કોવીડ કેર ખાતે તાજેતરમાં જ અંજારના નાયબ કલેકટર ડો.વિમલ જાેષી ખુદ જાત મુલાકાતે પહોચી ગયા હતા અને અહી તેઓએ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સેવાભાવી સંસ્થાના આગેવાનો, લીલાશા કુટીયા કોવિદ કેરમા કાર્યરત તબીબોની ટીમો સહિતનાઓ સાથે વિગતવાર મીટીંગ યોજી અને ચર્ચાઓ કરી ભાવી રોડમેપને પણ સેપ આપ્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે. આ બાબતે આ કોવિડ કેરમાં સેવારત સંસ્થાના પ્રસાર-પ્રચારનું કામ સભાળી રહેલા સુરેશભાઈ ગુપ્તાએ આ અંગે માહીતી આપતા કહ્યુ હતુ કે, ડો. વિમલ જાેષીએ કોવિદ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી અને હાલમાં કદાચ કેસો ઓછા થયા છે તો અહી વ્યવસ્થાઓ પણ કદાચ ઘટાડીએ, પણ ભવિષ્યમાં ફરીથી ઈઝડાઉન થઈ રહ્યુ છે ત્યારે ઓંચિતા કેસો વધે તો કેવા કેવા પ્રકારે યુદ્ધના ધોરણે ફરીથી અહી તમામ વ્યવસ્થઓ રીસ્ટોર કરી શકાય એટલે કે, બેકઅપ પ્લાન તૈયાર કરવાની દીશામાં જરૂરી ચર્ચા પરામર્શ કરવામા આવ્યા હતા. અંજારના નાયબ કલેકટરશ્રી દ્વારા અહી સેવારત તબીબોની ટીમ સાથે પણ સંકલનપૂર્વકની બેઠક યોજી અને તેમનાથી પણ કેસોની વધ-ઘટ, દવા-સાધનોની પુર્તતા, ભેાજન-નાસ્તા સહિતની બાબતોએ ચર્ચા પરામર્શ કર્યા હતા. આ ઉપરાંત શ્રી જાેષીએ લીલાશા કોવિડ કેરમાં તંત્ર તરફથી જાેઈતી જરૂરી મદદની પણ પૂર્તતા અંગે માહીતીઓ મેળવી હતી અને વધુને વધુ જરૂરી મદદ માટે તેઓ તત્પર જ હોવાનો વિશ્વાસ પણ સૌને દેખાડયો હતો. આ તબક્કે ડો. વિમલ જાેષી, ના.મામલતદાર વૈભવ વ્યાસ, સંકુલમાં સેવારત ડો. પાર્થ જાનીની ટીમ તથા સેવાભાવી સંસ્થાઓના આગેવાનો પણ હાજર રહ્યા હતા.