લીલાશા કોવિડ કેર સેન્ટર પ્રત્યે ગાંધીધામ સંકુલના દર્દીઓનો વધ્યો વિશ્વાસ

સરકારીતંત્ર, લોકભાગીદારીભરી સેવાભાવના થકી રીકવરી રેટ પણ વધ્યો : દર્દીઓ પૂર્વ કચ્છમાં લીલાશા કોવિડ કેરમાં સારવાર લેવાની આપી રહ્યા છે પ્રાથમીકતા : લોકભાગીદારીથી ચાલતા સેવાના શ્રેષ્ઠ મોડેલ સમાન કોવિડ કેરમાં દાનની પણ વહી રહી છે અવિરત ધારા : તબીબોની કુશળ ટીમ, સંકુલમાં જટેસ્ટીંગની સુવિધા,સ્વયં સેવકોની અદભુત સેવાથી દર્દીઓનો લીલાશા કુટીયા આશ્રમ પ્રત્યે વધી રહ્યો છે લગાવ

ગાંધીધામ : કોરોનાના કપરાકાળમાં પૂર્વ કચ્છમાં દર્દીઓને માટે લીલાશા કુટીયા આશ્રમ ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓના સહયોગથી સંચાલિત લીલાશા કોવિડ કેર અહીના દર્દીઓને માટે આર્શીવાદરૂપ પુરવાર થવા પામી જ રહી હતી તે દરમ્યાન જ હવે આ કોવિદ કેરમાં સારવાર લેવા માટે દર્દીઓ પ્રાથમીકતા આપી રહ્યા હોવાનો પણ સુખદ વર્તારો સામે આવવા પામી રહ્યો છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર લીલાશા કોવિડ કેર સેન્ટરમાં લાઈન ઓફ ટ્રીટમેન્ટ સારી મળી રહી છે, અહી નિષ્ણાંત તબીબો અને સેવાભાવી પેરામેડીકલ સ્ટાફની રાઉન્ડ ધ કલોક સેવાઓ ઉપરાંત અલગ અલગ સેવાભાવી સંસ્થાઓના સ્વયં સેવકોની સેવાઓ સર્વવિદિત બની રહી છે અને તેનાથી દર્દીઓ અભુભિત થઈ અને આ કોવિદ કેર તરફ વધુને વધુ વળી રહ્યા છે.આ બાબતે લીલાશા કોવિડ કેર સેવા સમિતીના આશીષભાઈ જોષીને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, સાયકલોનીક કોઈ આડઅસર ન થાય તે માટેની તમામ તૈયારીઓ લીલાશા કોવિદ કેરમાં કરવામાં આવી ગઈ છે. તંત્ર તરફથી પણ આ બાબતે પુરતી તકેદારીઓ રાખવામાં આવી જ રહી છે. આ ઉપરાંત અહી અપાઈ રહેલી સારવાર અને સ્વયં સેવકો અને સેવાભાવી સંસ્થાઓના યોગદાનના લીધે દર્દીઓનો ધસારો હજુ પણ આ કોવિદ કેર તરફ યથાવત રહ્યો છે. અલબત્ત અગાઉના પ્રમાણમાં પ્રવેશ બધેય ઘટયા જ છે તેમ અહી પણ ઓછા થયા છે પરંતુ જે કોઈ દર્દીઓ આવે છે તે આ જ કેન્દ્રને પ્રથમ પસંદગી આપી રહ્યા હોવાની લાગણી સામે આવતી હોવાનુ તેઓએ જણાવ્યુ હતુ. શ્રી જોષીએ કહ્યુ હતુ કે, તંત્ર અને લોકભાગીદારીથી કોરોના જેવી મહામારીમાં અહી કરવામા આવતી સેવાઓના લીધે લોકોનો વિશ્વાસ લીલાશા કોવિદ કેર ભણી ખુબ જ વધી રહ્યો હોવાનુ પણ અનુભવી રહ્યા છીએ.કોરોનાની સારવાર ખર્ચાળ છે અને તે લોકભાગીદાર અને દાતાઓના સહયોગ વિના પાર પડી શકે તેમ નથી. અહી દાતાઓના દાનની સરવાણી પણ અવિરત વહી જ રહી હોવાનુ શ્રી જોષીએ જણાવ્યુ હતુ. લીલાશા સંકુલ ખાતે લેબ કાર્યરત છે તેમાં જરૂરી પ્રાથમિક ટેસ્ટ કરવામા આવી રહ્યા છે આ ઉપરાંત ડી ડાઈમર ટેસ્ટ બહારથી કરાવવાના થાય છે તેમા બાપુ શિપિંગ વાળા ભુપેન્દ્રસિહ જાડેજા અને બીએમ ઓટોલીંકવાળા વીકીભાઈ રામચંદાણી તરફથી રોજના ૩૦ ડી-ડાઈમરના ખર્ચાને માટે યોગદાન જાહેર કરી દીધુ છે. જે ડોકટર દ્વારા પ્રિસ્કાઈબ થાય તે આવા મહાનુભાવોના યોગદાનથી ઝડપથી રીપોર્ટ કરવામા આવતા લાઈન ઓફ ટ્રીટમેન્ટ વધુ સુદ્રઢ બની જવા પામી રહી છે. એકંદરે પૂર્વ કચ્છમાં કોરોનાના દર્દીઓને માટે લીલાશા કોવિદ કેર સંજીવનીરૂંપ પુરવાર થવા પામી રહ્યુ છે.