લીલાશા કોવિડ કેર સેન્ટર ડ્રાઈવ થ્રુ રસીકરણની સેવા માટે પણ સજ્જ : જિલ્લા પ્રસાસન ધ્યાન આપે

  • અંજારના ડે.કલેકટર લે વધુ રસ

અમદાવાદ-ભુજ સહિત ઠેર-ઠેર ડ્રાઈવ થ્રુ રસીકરણને અપાઈ રહ્યો છે વેગ : સમય બચે, સોશ્યલ ડીસ્ટનશીગ પણ જળવાય અને ઝડપથી વધુને વધુ લોકોને વેકસીન આપવાનો સરકારનો લક્ષ્યાંક પણ થઈ રહ્યો છે સિદ્ધ : લીલાશા કોવિદ કેર સમિતી રસીકરણ ડ્રાઈવ થ્રુ ઝુંબેશ યોજવા તમામ મોરચે છે તૈયાર : રસી માટે યોગ્ય તાપમાન જાળવવા ફ્રીઝની વ્યવસ્થાઓ તથા રસી બાદ લોકોને ૩૦ મિનિટ બેસાડી શકવાની વિશાળ જગ્યા સહિતની સુવીધાઓ છે ઉપલબ્ધ : સેવા સમિતિ પૈકીની ભારતીય વિકાસ પરિષદ સાથે સંકળાયેલા સભ્યોમાં નિષ્ણાંત તબીબો પણ છે ઉપલબ્ધ જેઓ રસીકરણને તબીબી ધારાધોરણો અનુસાર જ સંપન્ન કરવા બની શકે છે ઉપયોગી

ગાંધીધામ કોરોનાની મહામારીને ડામવાને માટે સાવચેતી સાથે જો કોઈ બીજી મોટી દવા કે સારવાર અથવા તો શસ્ત્ર હોય તો તે રસીકરણ જ છે. સરકાર ખુદ કહે છે કે કોરોનાને ડામવા વેકસીન જ અમોઘશસ્ત્ર બનશે. અને તેને જ ધ્યાને લઈને સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશને વધુને વધુ ઝડપી બનાવવા તથા સુલભ કરવાની દીશામા પણ ભગીરથ પ્રયાસો કરવામા આવી રહ્યા છે. દરમ્યાન જ અમદાવાદ તથા કચ્છના ભુજ ખાતે પણ ડ્રાઈવ થ્રુ રસીકરણનુ આયોજન કરવામા આવી રહ્યુ છેે. ભુજના આર ડી વરસાણી હાઈસ્કુલના વિશાળ મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ રસીકરણનુ આયોજન થયુ જે સફળતાથી પાર પડી રહ્યુ છે અને આવા પ્રકારના આયોજન પાછળ સોશ્યલ ડીસ્ટીનશીંગ જળવાય, લોકો ગાડીમા જ બેઠા બેઠા રસી લઈ શકે, એટલે રસીકરણ ઝડપી બને, સમય બચે, કોરોનાનો ફેલાવો અટકે સહિતના અનેકવીધ ફાયદાઓ ગણાવાઈ રહ્યા છે.દરમ્યાન જ હવે બીજીતરફ પૂર્વ કચ્છમા પણ આવી ડ્રાઈવ થ્રુ રસીકરણની સેવાઓ અને ઝુંબેશ શરૂ કરવાની તાતી જરૂરીયાત છે. આમ કરવાથી અહી પણ રસીકરણને લગતા તમામ ફાયદાઓ થવા પાત્ર જ છે. દરમ્યાન જ પૂર્વ કચ્છ આખાયને માટે આર્શીવાદરૂપ પુરવાર થતા લીલાશા કોવિદ કેર સેન્ટરમા ડ્રાઈવ થ્રુ રસીકરણની ઝુંબેશ સુચારૂ રીતે પાર પાડી શકવાન તમામ સંભાવનાઓ રહેલી છે અને આ સંસ્થાના મોભીઓ દ્વારા પણ અહી ડ્રાઈવ થ્રુ ઝુંબેશને વેગ આપવાની તથા સફળતાથી તેને યોજવાની તૈયારીઓ પણ દર્શાવવામા આવી રહી છે. હકીકતમાં આવા સમયે અંજારના લોકાભિમુખ ડે.કલેકટર શ્રી જોષીએ અંગત રસ લેવો જોઈએ, ડ્રાઈવ થ્રુ રસીકરણ ઝુંબેશ માટેની લીલાશા કોવિડ કેર સમિતીની લાગણીને ન્યાય આપવો જોઈએ. અહી વિશાળ જનસમુદાયને લાભ થવા પામી શકે તેમ છે. શ્રી જોષીએ આ બાબતે જાતસમીક્ષા કરવી જોઈએ અને તંત્રને આ બાબતે સાચી માહીતીઓ પહોંચાડી અને અહી ડ્રાઈવ થ્રુ થઈ શકે એમ હોય તો વિના વિલંબે શરૂ કરી દેવુ જોઈએ. સંસ્થાના સક્રીય સભ્યોની વાત માનીએ તો તેઓ આઈસીએમઆરન તમામ ગાઈડલાઈનને પહોંચી વડવા તૈયાર છે. એટલે સુધી કે રસી આપવા માટે જે તાપમાન મેઈન્ટેન્ન કરવાનુ હોય છે તેના માટે ફ્રીઝ સહિતની વ્યવસ્થાઓ પણ કરી લેવાય તેમ છે. અહી નિયમોના ભંગની કે લાપરવાહીની પણ કોઈ ચિંતા રહેશે નહી કારણ કે, આ સંસ્થામા નિષ્ણાંત તબીબો પણ સેવારત રહેલા છે અને તે તમામ કમાણી નહી પણ સેવાના ભાવનાથી સંકળાયેલા છે જેઓ કચાશ રાખી લે તે વાત માની જ ન શકાય. એટલે હકીકતમાં લીલાશા કોવિડ કેરમા વેળાસર ડ્રાઈવ થ્રુ વેકસીનેશનનો કાર્યક્રમ શરૂ કરાય તે સમયની માંગ બની રહી છે.

  • ૧ વિનંતી સંવેદનશીલ સરકારને..!
    લીલાશા કોવિડ કેરને મેડિકલ સાધનોમાં ય્જી્‌ કરો માફ

કોરોનાના દર્દી નારાયણોની મદદ કરી રહેલ સેવાભાવી સંસ્થાને ઓકિસજન-દવા-સિલિન્ડરમાં ૬થી૧૮ ટકા જીએસટીનો પડે છે ધુમ્બો

ગાંધીધામ : કોરોનાની મહામારીનો ગુજરાતમાં એકાએક જ ગ્રાફ ઉચકાઈ જવા પામી ગયો હતો અને સરકાર તો જાણે કે સફાળી જ ઉંઘમાં જાગી હોય તેવી રીતે આ મહામારીને નાથવા આભા ફાટયુને થીગડુ દેવાની સ્થિતીમાં આવી જવા પામી ગઈ હતી. દરમ્યાન જ સરકારની સમાંતર જ સેવાભાવી સંસ્થા, વેપારીઅગ્રણીઓ, દાતાઓ આગળ આવતા દર્દીઓને સારવાર સુલભ બની શકી છે અને આવી જ સંયુકત અને સહીયારી સેવાભાવનાનો દાખલો એટલે પૂર્વ કચ્છમાં લીલાશા કોવિદ કેર સેન્ટર બની રહ્યુ છે. અહી પણ દાતાઓ-સામાજિક સંસ્થા, વેપારી અગ્રણીઓ સૌ આગળ આવ્યા અને પૂર્વ કચ્છ સહિતના દર્દીઓને માટે મોટી રાહત રૂપ છત્ર મળી જવા પામ્યુ હતુ. અહી સેવાભાવી સમીતિ એક પછી એક મહત્વપૂર્ણ સુવિધાઓ વિકસાવી જ રહ્યા છે. આવી સંસ્થાઓ સરકારને માટે પણ મોટી હાશ સર્જનારા જ બની રહેતા હોય છે ત્યારે બીજીતરફ સરકારે પણ આવી સંસ્થાઓ વધુને વધુ સેવા કરવાની દીશામાં સક્રીય બને તે બાબતે વિચારવુ જોઈએ.હાલમાં આપણે જાણીએ છીએ તે રીતે બીજી લહેરમાં પ્રાણવાયુ ઓકિસજનની ખુબજ જરૂર પડી રહી છે અને તેને માટે યથાયોગ્ય વ્યવસ્થાઓ પણ વિકસાવવામાં આવી રહી છે.ત્યારે લીલાશા કોવિદ કેરમાં પણ સેવાભાવી સમિતી દ્વારા ઓકિસજન પ્લાન્ટ, ઓકિસજન સીલિન્ડર અને દવાઓ સહિતની સાધન સામગ્રી વિકસાવાઈ રહી છે. આપણે જાણીએ છીએ કે, આ તમામ સુવિધાઓ મોંઘી છે. ગાંઠના ગોપીચંદ કરી અને અહી આ સેવાઓ સંસ્થાના સેવાભાવી આગેવાનો વિકસાવી રહ્યા છે ત્યારે સરકારે પણ તેઓની સામે જોવુ જોઈએ અને હકીકતમાં લીલાશા કોવિદ કેર માટે ખરીદી કરવામાં આવતી સાધનસામગ્રી પર જીએસટી માફ કરવાનો નિર્ણય વિના વિલંબે વેળાસર લેવો જોઈએ. નોધનીય છે કે, હાલના સમયે પણ ઓકિસજન સીલિન્ડર પર ૧૮ ટકા, ગેસ રીફીલીંગ પર ૧ર ટકા, દવાઓ પર ૬થી૧૮ ટકા જીએસટી ભરવાની નોબત આવી રહી છે.સરકાર આવી સંસ્થાઓ પર લાગતી આ જીએસટી રદ કરે અથવા તો માફ કરવાનો નિર્ણય લે તો લીલાશા કોવિદ કેર જેવી સેવાભાવી સંસ્થાઓને મોટી રાહત થઈ શકે અને તેઓ વધુને વધુ સાધન-સજજતા આવા કોરોનાના કેન્દ્રો પર ઉભી કરી શકે તેમ છે.

કચ્છના સાંસદ-ધારાસભ્યો કેમ આ બાબતે ન કરે સચોટ રજુઆત?
ગાંધીધામ : લીલાશા કોવિદ કેર જેવી સંસ્થાઓ હાલના સમયે કોરોનાના કપરાકાળમાં સરકાર અને જરૂરી દર્દીઓને માટે આર્શીવાદરૂપ પુરવાર થવા પામી રહી છે ત્યારે અહી ખરીદવામાં આવતી દવાઓ અથવા તો અન્ય મેડીકલ સલગ્ન સાધન-સુવિધાઓ પર જીએસટી માફ કરવાની દીશામાં કચ્છના સાંસદ તથા ધારાસભ્યો સહિતનાઓ જરૂરી તબક્કે, પ્લેટફોર્મ પર કેમ ન કરે અસરકરક રજુઆત.