લીલાશા કોવિડ કેર સેન્ટરમાં દાતાઓ દ્વારા દાનનો ધોધ : મેડીકલ સુવિધા બનશે સુલભ

  • દાન કરો..ધનવાન બનો..ઐસા કહ ગયે સંત કબીર..!

પૂૃવ કચ્છના કોરોના કેર સેન્ટર માટે અલગ અલગ જરૂરી સુવિધા-સવલતો માટે દાતાઓ સતત કરી રહ્યા પહેલ : ઓકિસજન સિલિન્ડરના દૈનિક રિફીલીંગના ખર્ચામા ંવધુ ત્રણ દાતાઓે આપ્યુ ગુપ્ત યોગદાન : હાલમાં ભારતીય વિકાસ પરિષદ હસ્તક ૧પ બાયપેપ અને ચાર ઓકિસજન કોન્સનટ્રેટરના અપાઈ ગયા ઓર્ડર : ૩ ઓપીડી કાઉન્ટર પણ રાઉન્ડ કલોક લીલાશામાં ધમધમી ઉઠયા : ઓકિસજન બેડની વ્યવસ્થા ન મળે તો પણ લીલાશામા આવતા દર્દીને પ્રાથમિક જરૂરી સારવાર મળી રહે છે

જેનું કોઈ નથી, તેના છે લીલાશા..! કર ભલા તો હો ભલા..!

લીલાશા કુટિયા કોવિડ કેર સમિતિના સેવાભાવીઓ જાનના જોખમે કરે છે સેવા…! :સૌ સૌ સલામ આવા સેવા ભાવીઓને

ગાંધીધામ : પંછી કે પાની પીને સે ના ખુટે સરિતા નીર, દાન કરો, ધનવાન બનો એસા કહ ગયે સંત કબીર..જાણે કે પુ.સંત કબીરની આ ઉકિત ગાંધીધામ-કંડલા કોમ્પલેક્ષના સખાવતી અને દાનવીર દાતારો માટે પણ બંધબેસતી જ પુરવાર થતી હોય તેવી રીતે પૂર્વ કચ્છના લીલાશા કુટીયા કોવિદ કેર સેન્ટરમાં હાલમાં દાતાઓ મનમુકીને યથાશકિત અનુદાન આપી મેડીકલ કટોકટી સમાન આવી પડેલી સ્થિતીમાં કોરોના સંક્રમિત દર્દીઓની વહારે આવવાની સામાજિક ભાવનાના દર્શન કરાવી રહ્યા છે.પૂર્વ કચ્છમાં સરકારીતંત્ર, અધિકારીઓ, સામાજિક સંસ્થા, સ્થાનિક અગ્રણી વેપારીઓ, ઉદ્યોગપતિ સહિતનાઓના સહરિયા સેવાયજ્ઞ એટલે લીલાશા કોવિદ કેર સેન્ટર બની રહ્યુ છે. અહી સરકાર પર કેવી રીતે ભારણ ઘટે અને વર્તમાન સ્થિતીએ વધુને વધુ મેડીકલ સાધનો દર્દીઓને કેવી રીતે મળતા થાય તે માટે કમિટી નિર્ણયો લઈ અને સામાજિક અગ્રણીઓને ટહેલ કરતા જ તેનો સુંદર પ્રતિસાદ અહી મળવા પામી રહ્યો છે. સમીતીના આશિષભાઈએ આપેલી માહીતી અનુસાર હાલમાં અહી ઓકિસજનના બાટલા-સિલિન્ડર રીફીલીંગ કરવાનો એક દીવસનો ખર્ચ પ૦ હજાર રૂપીયા થવા પામી રહ્યો છે જે માટે પણ ત્રણ જેટલા દાતાઓ આગળ આવ્યા છે અને જરૂરી અનુદાન સંસ્થાને આપ્યુ છે. દાન એવી રીતે કરો કે જમણા હાથે થાય તો ડાબાને ખબર ન પડે. આ જ ઉકિત આ ત્રણેય દાતાઓમાં પણ ફળી હોય તેમ તેઓએ આ દાન ગુપ્તતા સાથે કર્યુ છે. ઉપરાંત લીલાશાના દર્દીઓને માટે બાયપેપ તથા ઓકિસજન કોન્સનટ્રેટર પણ મંગાવાઈ રહયા છે. ભરતીય વિકાસ પરિષદ દ્વારા હાલમાં ૧પ જેટલા બાયપેપ તથા ૪ જેટલા ઓકિસનજ કોન્સનટ્રેટરના ઓર્ડર આપી દેવામા આવ્યા છે. જે આવી જવાથી ઓકિસજનની જેઓને ઓછી તકલીફ હશે તેઓને ઘરે જ આ સાધનો સાથે સારવાર આપવી વધુ સુલભ બની રહેશે. એટલુ જ નહી પણ આ પ્રકારના સાધનોનુ મોનીટરીગ કરવાને માટે જરૂરી ટ્રેઈન યુવાનોને તાલીમ પણ આપવાનુ શર કરી દેવામા આવ્યુ છે. આ ઉપરાંત લીલાશા કુટીયા હોસ્પિટલમાં ત્રણ ઓપીડી પણ સમાંતર રીતે ચાલી જ રહી છે. અહી કોઈને ઓકિસજન બેડ કદાચ ન મળી શકે તો પ્રાથમિક તબક્કે તેઓને આવતા વેંત જ જરૂરી સારવાર આપી શકાય તે માટે આ ઓપીડીમાં તબીબો સતત ખડેપગે સેવારત હોવાનુ પણ સમિતિની યાદીમાં જણાવાયુ છે.