લીલાશા કોવિડ કેરમાં સેવા પરમો ધર્મ જ બીજમંત્ર

કોરોનાની મહામારીમાં સહિયારૂં સેવાયજ્ઞ એટલે લીલાશા કુટીયા આશ્રમમાં કોવિદ હોસ્પિટલની સેવા સમિતીની ટીમ : સંસ્થાના ટ્રસ્ટીઓ, તબીબો, વેપારીઓ-અગ્રણી ઉદ્યોગપતિઓ તો યથાયોગ્ય મહેનત કરે જ છે, ઓકિસજન રીફીલીંગની સેવા રાત-દિવસ જોયા વિના ઓપરેટર કૈલાશ સોની દર્શાવી રહ્યા છે પરિશ્રમની પરાકાષ્ઠા

લીલાશા કોવિડ કેરમાંથી સ્વસ્થ-સાજા થઈને હસ્તા મુખે પરત ઘરે જનારાઓની વધતી સંખ્યા : રીકવરી રેટમાં આવી રહ્યો છે વધારો : દર્દીઓને મળી રહેલી સગવડ-સારવાર બદલે સમગ્ર સમિતીની ટીમનો વ્યકત કરી રહ્યા છે નમ આંખે ઋણાનુભાવ

ગાંધીધામ : કોરોના મહામારીની બીજી લહેરે એકતરફ હાહાકાર મચાવી દીધો છે તો બીજીતરફ સેવાભાવી લોકોએ પણ જરા સહેજ પણ ડગ્યા કે ડર્યા વિના જ આ મહામારીનો હિમંતપૂર્વક સામનો પણ કરી દેખાડયો છે. બીજે કયાંય નહી પણ પૂર્વ કચ્છમાં જ લીલાશા કુટીયા કોવિદ કેર સેન્ટરમાં આ મહામારીની સામે એક ટીમ બનીને સંકલનરૂપ કામગીરી સ્વયં ભુ કેવી રીતે કરી શકાય છે તેનો શ્રેષ્ઠ દાખલો પુરવાર કરી દેખાડયો છે. લીલાશા કુટીયા કેરમાં સરકાર અને તંત્રએ તો તેમના તરફથી થતી સગવડ અને સવલતો આપી જ છે પરંતુ અહીના આશ્રમના ટ્રસ્ટીઓ, સામાજીક સેવાભાવી સંસ્થાના મોભીઓ, અગ્રણી વેપારીઓ, તબીબો,નર્સીંગ સ્ટાફસહિતનાઓએ એક બનીને ખુદની કૌશલ્યપારાયણા સાથે છેલ્લા ર૦ દીવસથી રાત-દિવસ જોયા વીના યુદ્ધના ધોરણે દર્દીઓને કેમ જડપથી સારવાર મળતી થાય, અધરાશો કેવી રીતે દુર કરી શકાય તેના અથાગ પ્રયાસો કરી દેખાડયા છે. અને તેનો સાક્ષાત્કાર થતા લાભ દર્દીઓને થવા પણ પામ્યો છે. અહી પાછલા ર૦દિવસમાં રપ૦થી વધુ જેટલા દર્દીઓ કોરોનાનીસારવાર મેળવી સ્વસ્થ થઈ અને હસ્તા મોઢે પરત ફરી રહ્યા છે. દર્દીઓ દ્વારા પણ લીલાશા કુટીયા આશ્રમના સેવાભાવીઓએ કરેલી સેવા બદલ ઋણાનુભાવ પણ પ્રગટ કરી રહ્યા છે. લીલાશા કુટીયા કોવિડ કેર સમિતીના સભ્ય આશિષભાઈના જણાવ્યા મુજબ દર્દીઓની સારવાર તબીબો અને નર્સીગ સ્ટાફ રાખી રહ્યા છે ત્યારે નર્સીગ સ્ટાફ અને તબીબોની ધ્યાન સમિતી પુરતુ રાખી રહી છે. તેઓને જોઈતી તમામ મેડીકલ સાધન સામગ્રીઓ મહત્તમ રીતે વર્તમાન સંજોગોમાં અહી ઝડપથી ઉપલબ્ધ બનાવાઈ રહી છે. અને તે પૈકીની જ એક એવી ઓકિસજનના સિલિન્ડરની બની રહી છે. શ્રી જોષીએ કહ્યુ કે, અહી ઓકિસજનના સિલિન્ડરને રીફલીંગ કરવા માટેની પણ એક ટીમ કાર્યરત રહેલી છે. કૈલાસભાઈ સોનીની સાથે આ ટીમ રાત-દિવસ જોયા વિના રાઉન્ડ ધ કલોક સિલિન્ડર રીફલીંગ કરી રહ્યા છે તથા જરૂરીયાત અનુસાર ટ્રાન્સપોર્ટીંગની પણ વ્યવસ્થાઓ સંભાળી જ રહ્યા છે. અંકદરે લીલાશા કોવીદ કેરમાં દરેકને માટે સેવા પરમો ધર્મનું સુત્ર જ બીજમંત્ર બની ગયુ હોય તેવી રીતે સ્વયં ભુ સૌ કોઈ દર્દીઓના ઝડપથી સારા સ્વાસ્થયની દિશામાં ખડેપગે સેવા બજાવી રહ્યો હોવાનો પ્રેરક વર્તારો જોવાઈ રહ્યો છે.