લીલાશા કોવિડ કેરમાં આત્મનિર્ભરતાનો શ્રેષ્ટ દાખલો

  • ઓક્સિજનની ઠેર-ઠેર બુમરાડ વચ્ચે પૂર્વ કચ્છમાં જથ્થો પર્યાપ્ત

આને કહેવાય.., ઉપાય કરતા અગમચેતી સારી : લીલાશા કોવિદ હોસ્પિટલમાં દૈનિક ર૩૦થી રપ૦ જમ્બો ઓકિસજન સિલિન્ડરની ખપત સામે પૂરતો જથ્થો છે ઉપલબ્ધ, જેનાથી કટ્ટોકટ્ટી ભરી સ્થિતિમાં કરકસર પુર્વક ચલાવાય છે ગાડુ, અધુરામાં પુરૂ હવે, ઓકિસજન સેલ્ફ જનરેટ પ્લાન્ટ ટુંકમાં થઈ જશે કાર્યાન્વિત : દાતાઓ, સામાજિક સંસ્થા,વેપારીઓની સામુહીક મહેનત રંગ લાવી રહી છે

ગાંધીધામ : આરોગ્યજગતને માટે જ એક સુત્ર પ્રચલિત છે કે, ઉપાય કરતા અગમચેતી દાખવી સારી, પ્રિવેન્શન ઈઝ બેટર ધેન કયારે. જાણે કે, કોરોનાના કપરાકાળમાં આજે ઠેર ઠેર હાહાકાર મચેલો છે, ઈન્જેકશનોથી લઈ અને ઓક્સિજનના જથ્થા સુધીની ઘટ્ટની ઠેર ઠેર રાડ મચી જવા પામી ગઈ છે ત્યારે પૂર્વ કચ્છમાં કાર્યરત લીલાશા કુટિયા કોવિડ કેર સેન્ટરમાં અગમચેતી દાખવીને સ્થાનિકની સંસ્થાઓ, મોભીઓ, આગેવાનો, વેપારીઓની બનેલી કમિટીએ ખુદના ઓકિસજન સિલિન્ડર વસાવી લઈને આજે અહી રપ૦ની ખપત સામે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ રાખી દેખાડયો છે અને કટ્ટોકટ્ટી સ્થિતિમાં આ ઓક્સિજનનો કરકસર યુક્ત વપરાસ કરવામાં આવી રહ્યો છે જે ખરેખર શાબાશી અને અભિનંદનને પાત્ર છે આ સમગ્ર ટીમ.આ બાબતે લીલાશા કુટીયા કોવિડ કેરમાં સેવારત સમિતીના સક્રીય આગેવાન સભ્ય આશીષભાઈ જોષીએ આપેલી માહીતી અનુસાર લીલાશામાં સૌના સહિયારા પ્રયાસોથી કોવિડના દર્દીઓને મોટી રાહત થવા પામી રહી છે. ઓક્સિજનની અન્યત્ર અછતની વાત આવી રહી છે પણ લીલાશા કુટીયા કોવિડ કેરમાં પુરતા પ્રમાણમાં ઓકિસજનનો જથ્થો ઉપલબ્ધ જ રહેલો છે. દર્દીઓને કયાંય અછત કે ઘટ્ટ અહી વર્તાતી નથી. તેઓએ કહ્યુ કે, ર૪ કલાકમાં અહી ઓક્સિજનના ર૩૦થી રપ૦ જમ્બો સિલિન્ડરની ખપત છે જે પુરતો જથ્થો આપણે આપી શકીએ છીએ. શ્રી જોષીએ તેના મુળમાં ગાંધીધામ વિસ્તારના આગેવાનો, સક્રીય વેપારીઓ, કમિટીના સભ્યોની અગમચેતી કામ લાગી ગયઈ હોવાનુ જણાવ્યુ હતુ. અહી સેવારત રહેલી કમિટીએ શરૂઆતના તબક્કે જ ૩પ૦થી ૪૦૦ જેટલા સિલિન્ડર ખુદના ખર્ચે જ વસાવી લીધા હતા. અને બાટલાઓ રીફલીંગ કરવા માટેની પ્રસાસન દ્વારા સુચારૂ વ્યવસ્થાઓ કરવામા આવી છે. એટલે હાલમા અહી રપ૦ની ખપતની સામે આપણી પાસે પર્યાપ્ત સિલિન્ડર ઉપલબ્ધ છે. શ્રી જોષીએ વધુમાં જણાવ્યુ હતુ કે, હવે તો લીલાશા કુટીયા કોવિદ કેરમાં સેલ્ફ ઓકિસજન જનરેટીંગ પ્લાન્ટ શરૂ કરવા જઈ રહ્યા છે. તે માટેની તમામ પ્રક્રીયાઓ પૂર્ણ કરી દેવાઈ છે અને તે કાર્યાન્વિત થઈ જવા પામતા લીલાશા કુટીયા કોવિદ કેર ખાતે પ૦ જમ્બો સિલિન્ડરની ખપત અહીથી જ પૂર્ણ થવા પામી જશે. આ માટે કંપની નકકી કરી લેવાઈ છે, કવોટેશન ફાઈનલ થઈ ગયા છે, અંદાજિત ૩પથી ૪૦ લાખના ખર્ચે આ પ્લાન્ટ ઉભો થવા પામી જશે. આ પ્લાન્ટ કુદરતી રીતે જ ઓકિસજન બનાવશે, સંગ્રહ કરશે અને સપ્લાય પણ કરશે એટલે તેને સતત મોનીટરીંગ કરવાની જરૂરીયાત નહી રહે. કમિટીના સભ્યો અને દાતાઓ આગળ આવતા આ પ્રકારની આર્શીવાદરૂપ સેવા અહી આગામી સપ્તાહ સુધીમાં કાર્યાન્વિત થઈ જવાનો આશાવાદશ્રી જોષીએ દર્શાવ્યો હતો.હકીકતમાં કેન્દ્ર સરકારના આત્મનિર્ભર સુત્રને અહી લીલાશા કુટીયા કોવિડ કેર કમીટી સાર્થક કરી જ રહી છે તે ઉપરાંત પણ ઉપાય કરતા અગમચેતી સારીના સુત્રને પણ સુપેરે સાર્થક કરી દેખાડયુ હોય તેમ ઓકિસજન સિલિન્ડરના પ્રથમ પર્યાપ્ત સિલિન્ડર બાટલાઓ વસાવી લેવા અને તે બાદ હવે પ્લાન્ટ જ નાખી દેવો એટલુ માત્ર જ નહી એક પ્લાન્ટનુ સુચારૂ પરીણામ મળતુ થાય તો બીજો પ્લાન્ટ અહી આવો જ ઉભો કરી દેવાનો દિર્ઘદ્રષ્ટી દાખવીને અન્યોને પણ પ્રેરણા આપી રહ્યુ છે. નોધનીય છે કે, આ પ્લાન્ટની વિશેષતાઓ એ પણ છે કે, લીલાશામા ભવિષ્યમાં વેળાસર જ કોવિડ કેર બંધ કરવાની સારી સ્થીતી આવી ગઈ તો આ આખોઆખો પ્લાન્ટ અન્યત્ર સેવાભાી હોસ્પિટલ કે સંસ્થાને આપી અને કાર્યરત કરાવી શકાશે. આ માટે પણ લીલાશ કુટીયા કોવિડ કેરની સમિતિએ એક વર્ષ સુધી ત્યા પણ એએમસી કરાવી આપવાની તત્પરતા દાખવી દીધી છે. શ્રી જોષીએ આ પ્રકારની ઓકિસજનની આગોતરી વ્યવસ્થા માટે દિર્ધદ્રષ્ટી દાખવનારા અને સુચનો આપનારા સૌ આગેવાનો પંકજભાઈ ઠકકર, અગ્રવાલ સમાજના સુરેશભાઈ ગુપ્તા, ભારતીય વિકાસ પરિષદના જખાભાઈ આહીર તથા તેમના ડોકટર્સ સહિતનાઓનો પણ યશસ્વી ફાળો હોવાનુ જણાવ્યુ હતુ. શ્રી જોષીએ કહ્યુ હતુ કે, લીલાશા કુટીયાની ભુમી તપ અને દેવની ભૂમી છે.અહી આવનારા દર્દીઓને માટે આવા ઐશ્વર્ય આર્શીવાદ જરૂરથી બની જ રહેતા હોય છે અને અહીથી દર્દીઓ હસતા મોઢે ડીસ્ચાર્જ લે તે માટે અમે અને અમારી સમગ્ર ટીમ મહેનત કરી રહી છે. શ્રી જોષીએ આ તબક્કે ખાસી કરીને લીલાશા કુટીયા આશ્રમના સર્વે ટ્રસ્ટીઓ, ગજવાણી નર્સીગ કોલેજના મેનેજમેન્ટ તથા અહી સેવારત કોલેજની દીકરીઓ, ડોકટર્સ, પેરામેડીકલ સ્ટાફ, આરએસએસના કર્મઠ યુવાનો, ભારતીય વિકાસ પરિષદ, અગ્રવાલ સમાજ, સ્થાનિકના ગાંધીધામ સંકુલના અગ્રણી વેપારીઓ સહિતનાઓની ર૦થી રપ લોકોની ટીમ કમીટીમાં જે સેવા આપી રહી છે, જવાબદારીઓ બખુબી નિભાવી રહી છે તે બદલ પણ ઋણાનુભાવ વ્યકત કર્યો હતો.

લીલાશા કુટીયામાથી ૧૧ દર્દીઓ સ્વસ્થ થઈને મેળવ્યો ડીસ્ચાર્જ

લીલાશા કુટીયા કોવિડ કેરમાંથી તાજેતરમા જ ૧૧ દર્દીઓએ સ્વસ્થ થયા બાદ ડીસ્ચાર્જ મેળવ્યું હતુ જે ઉપરોકત તસીવરમાં દ્રશ્યમાન થાય છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ૧૩૫ દર્દીઓ સ્વસ્થ થઈને થયા છે ડીસ્ચાર્જ.