લીલાશા કોવિડ કેરના સેવાભાવીની સેવાને સો સો સલામ : લીંબડજશ ખાટનારા ઝભ્ભાલેંઘાધારીઓ માપમાં રહે…!

  • મદદના નામે મીંડુ-જશ ખાટવામાં પાવરઘા નેતાઓને લાલબત્તી

કોરોનાની બીજી ઘાતક લહેરમાં પૂર્વ કચ્છમાં જી.કે. જનરલ હેાસ્પિટલ ભુજ પછી સૌથી મોટી હોસ્પિટલનું બિરૂદ પામનારી લીલાશા કોવિડ કેરમાં સાચી સેવા એનજીઓ-સામાજિક આગેવાનોએ તન-મન-ધનથી કરી, અને મહાનુભાવો આવે ત્યારે ફોટોશેસન કરીને જશ ખાટવા ગોઠવાઈ જનારા તરફે વરસતો ફિટકાર

રાજકારણીઓને સસ્તીપ્રસિદ્ધી કે ખોટા જશ ખાટવાના અવસર તો અનેક મળી રહેશે, કોવિડ જેવી બીમારીમા પણ સાચા સેવાર્થી ભુલાશે, તેમનુ સન્માન નહીં થાય, આભાર વ્યકત નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં આવી મહામારીઓ કે આફત વખતે કોઈ એનજીઓ મદદ-વહારે નહીં આવે

એન.જી.ઓ અને તેના મોભીઓ લીલાશા કુટીયામાં જ ૨૪સે કલાક હાજર રહેતા હતા, તેમણે સેવા જાનના જોખમે કરેલ છે, જ્યારે જશ ખાટવાવાળા ફકત ફોટા પડે તેટલી વાર જ રોકાયા છે તેમને કોઈ કોરોનાના દર્દીનું નામ સુધી પણ પુછયુ નથી ફકત ફોટા સેશન સિવાય બીજી કોઈ કાર્ય કર્યું જ નહીં અને જેટલું નુકશાન થાય તેટલું કર્યું હોવાની ચકચાર

ગાંધીધામ : કોરોનાની બીજી વેવ ઘાતક બની હતી તેવા કપરાસમયમાં જે મદદ મળવી જોઈતી હતી તે સદંતર ન મળી. રામબાગ એકમાત્ર પૂર્વ કચ્છની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સાવ લકવાગ્રસ્ત લંગડાતી અવસ્થામાં જ ચાલતી રહી હતી અને સરકાર તરફથી બીજી કોઈ જ વ્યવસ્થાઓ-મેડીકલ સગવડ સરકાર તરફથી મળી શકી નહી તેવામાં ગાંધીધામ-કંડલા સંકુલની સેવાભાવી સંસ્થા, આગેવાનો, વેપારીઓ સૌ સાથે મળીને લીલાશા કુટીયા કોવિડ કેર સેન્ટરનું લોકભાગીદારીનુ શ્રેષ્ઠ મોડેલ આપ્યુ જેની કચ્છભરમાં વાહવાહ થવા પામી ગઈ તો વળી પૂર્વ કચ્છના કેટલાય લોકોને અહી સંજીવનીરૂપ નવું જીવન મળવા પામ્યુ હતુ. લીલાશા કુટીયા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ સમાંતર તેના પછીની સૌથી મોટી કોવિડ હોસ્પિટલનુ પણ બિરુદ મેળવી ગઈ હતી. સેવા સામાજિક સંસ્થા અને આગેવાનોએ કરી અને જશ ખાટવા રાજકારણીઓ દોડી આવ્યા હતા. મેઘપર બોરચીમાં બનાવાયેલી લીલાશા કુટીયા કોવિડ કેર બબ્બે ધારાસભ્યોને લાગુ પડતી હોસ્પિટલ વિકસાવાઈ હતી. પરંતુ મદદના નામે તદન મીંડુ રહ્યા પણ જશ ખાટવામાં પાવરઘા બન્યા હોવાનો આંતરીક રોષ પણ હવે આવા રાજકારણીઓ પ્રત્યે ભભુકી ઉઠયો છે.કારણ કે સાચી સેવા સામાજિક સંસ્થા, તેના સભ્યોએ તન-મન અને ધનથી કરી છે, અને મોટા આગેવાનો કોઈ આવે એટલે ચાલતી સેવાઓ દેખાડવા આ ધારાસભ્યો દોડી આવતા હતા. આ હોસ્પિટલ અમે વિકસાવીના દાવાઓ પણ કર્યા છે પરંતુ સાચી મહેનત અને જશ તો એનજીઓના ફાળે જ જાય છે. કારણ કે, કોવિદ કેરમાં આ ધારાસભ્યો કયારે પણ પીપીઈ કીટ પહેરીને અંદર દર્દીઓની ખબર અંતર પૂછવા અથવા તો તબીબોને પડતી સમસ્યાઓ કે અધુરોશોને જોવા સમજવા ગયા હોવાનો એક પણ ફોટો સમ ખાવા પુરતો પણ ડોકાયો નથી. હા, બાકી આગેવાનો આવે એટલે હોસ્પિટલના સંકલમાં ખુલ્લામાં દુર-સદુર ઉભા રહી ફોટાઓ પડાવી અને ડંફાસો મારતા અુચક દેખાયા હોવાનો સુર પણ પ્રજાજનોમાં ઉઠી રહ્યો છે. હકીકતમાં આવા સસ્તીપ્રસિદ્ધીમાં રાચતા રાજકારણીઓને કોક પુછે તો ખરો કે આ ચાલતી સેવામાં તેમનુ યોગદાન કેટલુ? માત્ર અને માત્ર મહાનુભાવો આવે એટલે ફોટા પડાવીને જશ લેતા હતા, વહીવટી કામો સુધાર્યા તો નહી પણ ચાલતા કામોમા હવનના હાકડા નાખ્યાની સ્થીતીઓ પેદા કરી દીધી.એક ડોકટર કે જે અહી સારી સેવા રાત-દિવસ જોયા વિના બજાવતા હતા તેઓની બદલીને પણ આ ધારાસભ્યો અટકાવી ન શકયા? કોઈ મદદ પણ નથી કરી અને મફતમાં જશ ખાટવા મહાનુભાવોની આગળ ફોટામાં માત્ર ગોઠવાઈ જતા હતા.! અહી જાણકારો તો એ પણ યાદ અપાવી રહ્યા છે કે, શિણાયમાં કોવીડ કેર શરૂ કરવા સ્થાનિકના આગેવાનો આગળ આવ્યા હતા, રસોડા સહિતની જવાબદારીઓ લીધી હતી, મેઈન પાવરની જ માત્ર માંગ ધારાસભ્યથી કરી હતી, એ પણ પુરી ન કરાવી શકયા, માત્ર ઉદઘાટનો કરી અને લોકોના ફોન પણ ન ઉપાડયા.! આવા નેતાઓ મફતમાં જશ લેતા શો વાર વિચાર કરે. પ્રજા છે તે બધું જ જાણે છે. કામ એનજીઓએ કર્યુ, જશ ખાટવા આગળ આવા નેતાઓ ગોઠવાઈ જાય, તેઓએ ચેતવાની જરૂર છે, ભવિષ્યમાં આવી આફત આવશે તો કોઈ સંસ્થાઓ અને આગેવાનો આવી ત્રાસદા અને પીડા થકી આગળ નહી આવે અને પ્રજા પીડાયા કરશે! હકીકતમાં સેવાભાવી સંસ્થાને સન્માન આપવાનો સમયે છે, તેમનો આભાર વ્યકત કરવો જોઈએ.તકસાધુઓએ લીલાશામા મદદ કરી હોવાની ડંફાસો સંભાળીને જ મારવી જોઈએ. ખરેખર લીલાશામા સેવાભાવી સંસ્થાએ જે મદદ કરી છે તે ગરીબો માટે સો સો સલામીને હકકદાર જ કહેવાય તેમ છે