લારી,ફેરિયા,હોટલ સહિતના સુપરસ્પ્રેડરની શ્રેણીમાં સામેલ લોકોએ રસી લીધી હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે

(જી.એન.એસ.)અમદાવાદ,અમદાવાદમાં કોરોનાની બીજી લહેર શાંત પડી છે. અને હાલમાં અમદાવાદમાં કોરોનાનાં કેસો ૧૦૦થી નીચે નોંધાઈ રહ્યા છે. કોરોનાની બીજી લહેર નબળી પડતાં જ સરકાર દ્વારા અનલોકમાં છૂટછાટો આપવામાં આવી છે. ત્યારે ફરીથી અમદાવાદમાં હોટેલ, લારી, ફેરિયા સહિતની ધંધાકીય પ્રવૃતિઓ શરૂ થઈ ગઈ છે. પણ અમદાવાદના સુપર સ્પ્રેડર માટે કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છેઅમદાવાદમાં સુપરસ્પ્રેડરને લઈને કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં અમદાવાદમાં જેટલાં પણ લારી, ફેરિયા, હોટેલ, દુકાનદાર સહિતના સુપરસ્પ્રેડરની શ્રેણીમાં સામેલ લોકોને રસી લીધી હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડશે. અને જો આ સુપરસ્પ્રેડર દ્વારા રસી લેવામાં આવી નહીં હોય તો તે લોકોને આરટી-પીસીઆર નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ દેખાડવો પડશે. અને આ રિપોર્ટ ૧૦ દિવસથી વધારે જૂનો ન હોય તે જરૂરી છે.અમદાવાદ કલેક્ટર દ્વારા આ જાહેરનામાનો ભંગ કરનાર સુપરસ્પ્રેડર સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને આ જાહેરનામું આજે રાત્રે ૧૨ વાગ્યાથી અમલી બનશે અને ૧૧ જુલાઈ સુધી લાગુ રહેશે. પોલીસ અને અધિકારીઓ દ્વારા આ જાહેરનામાનું અમલીકરણ કરાવવામાં આવશે.