લાખોંદ ટોલનાકા રોડ પર અજાણ્યા વાહન ચાલકે સાયલક ચાલકને હડફેટે લીધો

ભુજ : તાલુકાના લાખોંદ ટોલનાકા રોડ પર અજાણ્યા વાહન ચાલકે સાયકલ સવારને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. પધ્ધર પોલીસ સ્ટેશનમાં ફરિયાદી રાજકુમારી મોહન કલાકારે નોંધાવેલી ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ લાખોંદ ટોલનાકા રોડ પર અજાણ્યા વાહન ચાલકે પૂર ઝડપે તથા બેદરકારી પૂર્વક વાહન ચલાવીને સાયકલ ચાલક મોહન જગનનાથ કલાકાર (ઉ.વ. પ૦)ને હડફેટે લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. પધ્ધર પોલીસે અકસ્મતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.