વિજયભાઈ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય : રાજ્ય સરકાર ઝડપી સુનાવણી કરવા સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરશે પીટીશન

ગાંધનીગર : ગુજરાત સરકાર દ્વારા સૌ ભણે સૌ આગળ આવે, શિક્ષણ સૌના માટેના સુત્રને સાર્થક કરવાને માટે ગરીબ બાળકો પણ શિક્ષણ મેળવે તેવા ઉદેશ્યથી રાઈટ ટુ એજયુકેશનના કાયદા હેઠળ રાજયમાં ગરીબ બાળકો માટે આ વખતે ર૦૦૦થી વધુ પ્રવેશની ફાળવણી કરાઈ હતી પરંતુ રાજયભરમાં આ બાબતે તદન નિરસ અને મનમાનીભર્યુ વલણ સામે આવવા પામી ગયુ છે ત્યારે હવે રૂપાણી સરકાર આ વિષયને લઈને સુપ્રિમના શરણે જશે અને અરજીકરશે તેવા અહેવાલો પ્રાપ્ત થવા પામ્યા છે.

આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર રાજય સરકારને પણ કેટલીક શાળાઓ ઘોળીને પી ગઈ છે. કેટલીક લઘુમતી શાળાઓ છે કે, જે આ સમુદાયના વિદ્યાર્થીઓ છે તેઓને પ્રવેશ અપવામાં આવતો નથી. સરકાર દ્વારા આ વખતે ર૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ આપવાની ફાળવણી કરી છે પરંતુ રાજયભરમાં માત્ર ૩૦૦ બાળકોને પ્રવેશ અપાયો છે એટલે કે આ શાળાઓ મનમાની પૂર્વક વર્તી રહી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આવી શાળાઓની સામે સરકાર હવે કડક વલણ અપનાવવા જઈ રહી છે. હવે સુપ્રીમકોર્ટ નકકી કરશે કે આવી મનમાની કરનારી શાળાઓની સામે શું પગલા લેવા..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here