દયાપર : લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસ બહુમતી મેળવતા તેમના બરંદા સીટના ઉમેદવાર જેનાબેન હસણ પડિયાર આજે કોંગ્રેસના મોભીયો સાથે તા.પં. કચેરી ખાતે મામલતદાર એ.એન. સોલંકી પાસે તાલુકા પંચાયત પ્રમુખ પદે ફોર્મ ભર્યું હતું. સંભવતઃ તેઓ બિનહરીફ જાહેર થાય તેવી સંભાવના જોવાઈ રહી છે. કોંગ્રેસના મોભી અલીમામદ જતે માહિતી આપતા કહ્યું હતું કે, કોંગ્રેસને જનતાએ બહુમતી આપીને સત્તાના સુકાન સોંપયા છે, ત્યારે કોંગ્રેસ કોઈ પણ વિવાદ વિના સૌને સાથે રાખીને આગામી પાંચ વર્ષ પ્રજાની સુકાકારી માટે કટિબદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે સમરથદાન ગઢવી – કપુરાશી પુનઃ આ વખતે ઉપપ્રમુખ પદ જાળવી રાખશે. જયારે કારોબારી ચેરમેન પદે દિનેશ સથવારા, ન્યાય સ. ચેરમેન પદે કેસરબેન મહેશ્વરી રહેશે. આજના કાર્યક્રમમાં પી.સી. ગઢવી, ઈભ્રાઈમ કુંભાર, આગાખાન સાવલાણી, મામદ જુંગ, હાસમભાઈ નોતિયાર, આદમ પડૈયાર, દેશુભા જાડેજા સહિત કોંગ્રેસના તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત નવ નિયુક્ત સભ્યો, સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા.