લખપતની જીવાદોરી સમાન ગોધાતડ ડેમમાંથી નિકળતું દુષિત પાણી સ્વાસ્થ્ય માટે હાનીકારક

ડેમની બાજુમાં લાખો રૂપિયાના ખર્ચે પાણી શુદ્ધ કરવા સંપ બનાવાયું પરંતુ સંપના શટર જ બંધ હાલતમાં: શુદ્ધ કર્યા વિના સ્થાનિકના ગામોમાં પાણી છોડાતું હોવાની આગેવાનોની રાવ

પાન્ધ્રો : લખપત તાલુકાના જીવાદોરી સમાન ગોધાતડ ડેમમાંથી નીકળતું દૂષિત પાણી લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં ડેમની બાજુમાં લાખો રૂપિયાના ખર્ચે પાણીને શુદ્ધ કરવાનું અત્યાધુનિક મશીનરી સાથે સંપ બનાવવામાં આવ્યું છે, ત્યારે સ્થાનિક આગેવાનોએ સંપની રૂબરૂ મુલાકાત લેતા સંપના શટર બંધ જોવા મળ્યા અને તેની સાથે તમામ કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા. ગોધાતડ ડેમમાંથી આવતા
પાણીને ફિલ્ટર મશીનો દ્વારા શુદ્ધ બનાવીને મેઈન સપ્લાયર ટાંકામાં છોડવામાં આવતું હોય છે ત્યારે રૂબરૂ નિરીક્ષણ કરતા તમામ ફિલ્ટર મશીનો બંધ હાલતમાં જોવા મળી અને ડેમમાંથી આવતું દૂષિત પાણી ડાયરેકટ મેઈન સપ્લાયર ટાંકામાં જતું જોવા મળ્યું હતું. ઘણા સમયથી આવા દૂષિત પાણી પીવાને લીધે સ્થાનિક ગામ કપુરાશી, કોરિયાણી, કૈયારી વગેરે ગામોમાં રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ બાબતે ઝડપી નિરાકરણ લાવી આપવા માટે કપુરાશી સરપંચ પ્રેમદાન ગઢવીએ પણ રજુઆત કરી છે. તેમની સાથે સ્થાનિક આગેવાન લવજી રાજગોર, દશરથ બુઝડ અને મુકેશ વ્યાસે હાજર રહી અને તાત્કાલિક ધોરણે સ્ટાફને રેગ્યુલર કરી તમામ મશીનરી
પીવાલાયક બનાવીને નિયમિત સમયસર દરેક ગામને પાણી મળી રહે તેવુ આમ આદમી પાર્ટીના અગ્રણી જબ્બરદાન ગઢવીએ જણાવ્યું હતું.