લખપતના ફુલરામાં જોરથી ગીત વગાડવાની ના પાડતા મારામારી

દયાપર : લખપત તાલુકાના ફુલરામાં જોર-જોરથી ગીતો વગાડવા બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારી થતા નારાયણ સરોવર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ સફાબેન ભીમજી કોલી (ઉ.વ. ૩પ)એ દયા હમીર કોલી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ આરોપીને મોબાઈલ ફોનમાં જોરથી ગીતો વગાડવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી ભૂંડી ગાળો આપીને ગળદાપાટુનો માર માર્યો હતો અને પોતે ગાડીના હેવી ડ્રાઈવર હોવાનું જણાવીને ગમે ત્યારે ગાડીથી ઉડાડી દેશે તેવી ધમકી આપી હતી. બનાવને પગલે નારાયણ સરોવર પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.