લખનઉના ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ, ૨ના મોત, અનેક કર્મચારી ફસાયા

(જી.એન.એસ)લખનઉ,ઉત્તરપ્રદેશના પાટનગર લખનઉમાં બુધવારે મોટી દુર્ઘટના ઘટી છે. અહીં આવેલા દેવા રોડ પર આવેલા કેટી ઓક્સિજન પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે. આ દુર્ઘટનામાં બે લોકોના મોત નિપજ્યા છે. મળતી માહિતી મુજબ અનેક કર્મચારીઓ હજુ પણ પ્લાન્ટની અંદર ફસાયેલા છે. પોલીસ અને રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઓક્સિજન પ્લાન્ટમાં આ દુર્ઘટના રીફિલિંગ સમયે લીકેજના કારણે ઘટી. મૃતકમાં એક પ્લાન્ટનો કર્મચારી અને બીજી રીફિલિંગ માટે આવેલો વ્યક્તિ સામેલ છે.