રોસ ટેલર હેમસ્ટ્રિંગની ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાંથી બહાર

(જી.એન.એસ)હૈદરાબાદ,ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ત્રણ વનડે મેચની સીરીઝ રમાઈ રહી છે. જેની બીજી મેચ ક્રાઇસ્ટચર્ચના હેગલે ઓવલ મેદાન પર રમાશે, પરંતુ બીજી વન-ડે પહેલા ન્યુઝીલેન્ડની ટીમ માટે એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ટીમના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ખેલાડી રોસ ટેલરને બીજી વનડેમાંથી પણ બહાર કરી દેવાયો છે. હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે ટેલર પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો અને હવે તે બીજી મેચમાં પણ મેદાન પર જોવા મળશે નહીં. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે રોસ ટેલરના વનડે સીરીઝની બીજી મેચમાંથી બહાર નીકળવાની સત્તાવાર જાહેરાત તેના ટિ્‌વટર એકાઉન્ટ દ્વારા કરી છે. તેમણે ટિ્‌વટ કરીને લખ્યું, “રોસ ટેલરને બીજી મેચમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે, કારણ કે તે હજી સુધી તેની હેમસ્ટ્રિંગની ઈજાથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થયો નથી’’.
પ્લંકેટ શિલ્ડ ટ્રોફીમાં સેન્ટ્રલ સ્ટેગ અને વેલિંગ્ટન ફાયરબડ્‌ર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ટેલરને ઈજા થઈ હતી. ન્યૂઝીલેન્ડે આઠ વિકેટ લઈને મેચ જીતી લીધી છે અને બંને ટીમો વચ્ચે બીજી મેચ ૨૩ માર્ચ, મંગળવારે રમાશે.