રોકવી છે કોરોના મહામારી તો વેકિસન લેવાની રાખીએ દ્ઢ તૈયારી – ઈન્દિરાબેન અરૂણકુમાર

જી.કે.જનરલ હોસ્પિટલ ભુજ ખાતે નાના મોટા સૌ લોકો વેકિસન લઇને ઉત્સાહ બતાવી રહયા છે ત્યારે આવું જ એક ઉદાહરણ બન્યા છે ૬૬ વર્ષિય ઈન્દિરાબેન, જેમની વાતો પરથી ઘણાને વેકિસન લેવાની પ્રેરણા મળશે.

ભુજના ઈન્દિરાબેન અરૂણકુમાર વેકિસનનો પ્રથમ ડોઝ લેતા જણાવે છે કે, મને વેકિસન લીધા પૂર્વે પણ કોઇ પ્રકારનો ડર ન હોતો અને લીધા બાદ પણ ખુદને વધુ સલામત અનુભવી રહી છું. આડઅસરની વાતો બધા કર્યા કરે જો કે તેને બહું ધ્યાને નહીં લેવાની. તાવ-કળતર જેવા લક્ષણો સામાન્ય છે અને તે લગભગ દરેક રસી લીધા બાદ જોવા મળતા જ હોય છે. જો થોડી વારના તાવ કે અન્ય તકલીફ પછી લાંબાગાળાની સુરક્ષા મળતી હોય તો શા માટે આપણે વેકિસન લેવાની તૈયારી ન બતાવીએ. સિનીયર સિટીઝનોએ વહેલી તકે આ રસી લેવી જ જોઇએ તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.