રેમિડેસિવિયર ઈન્જેક્શનને ભૂલથી રેમો ડિસૂઝા બોલ્યો શખ્સ, રેમો ડિસૂઝાએ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર કર્યો શેર

મુંબઈ : કોરિયોગ્રાફર-ડિરેક્ટર રેમો ડિસૂઝાએ ૧૩ મેના રોજ એક શખ્સનો વીડિયો સો.મીડિયા પર શેર કર્યો હતો, જેમાં તે રેમડેસિવિયર ઈન્જેક્શનના બદલે રેમો ડિસૂઝા કહેતો જોવા મળ્યો હતો. શખ્સ ઈન્જેક્શનની કિંમત વિશે પત્રકાર સાથે વાત કરી રહ્યો હતો તે સમયે તે ભૂલથી રેમિડેસિવિયર ઈન્જેક્શનને રેમો ડિસૂઝા બોલી ગયો હતો અને તે વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. તેણે વીડિયોમાં કહ્યું હતું કે, ’સિપ્લા કંપનીનું ઈન્જેક્શન રેમો ડિસૂઝા’રેમોએ કહ્યું, તેને આ વીડિયોની જાણ ત્યારે થઈ હતી જ્યારે તેના એક ફ્રેન્ડે તેને તે મોકલ્યો હતો અને તાત્કાલિક જોવા માટે કહ્યું હતું. ’રેસ ૩’ના ડિરેક્ટર રેમો ડિસૂઝાએ કહ્યું, ’સૌથી પહેલા તો મેં જે સાંભળ્યું તેના પર મને વિશ્વાસ થયો હતો. બાદમાં મેં તે વીડિયો મારી પત્ની લિઝેલને બતાવ્યો અને તે પોતાનું હસવાનું રોકી શકી નહીં’. તેણે કહ્યું, ’હું તમને જણાવી દઉ કે, ઉચ્ચારણમાં હું સારો નથી. રેમડેસિવિયર નામ મારા માટે પણ મૂંઝવણભર્યું છે. હું પણ તે શબ્દનું ઉચ્ચારણ કરવા માટે સક્ષમ નથી. આ શખ્સે મને નવું નામ આપ્યું છે. આ એન્ટીવાયરલ દવાનું નામ મારા સોશનામ પર લેવું વધારે સરળ છે’.રેમો ડિસૂઝાના ઘરે આ સ્ટોરી અહીંયા જ ખતમ નથી થતી. તેણે આ વીડિયો તેના ૧૭ વર્ષના દીકરા એડોનિસને પણ બતાવ્યો હતો. ત્યારે તેણે કહ્યું હતું, ’ડેડ, બરાબર તો બોલ્યો છે. તેમાં ખોટુ શું છે?’. રેમોએ આગળ કહ્યું કે, ’મને લાગે છે કે જો તમે પૂરી ભાવનાઓ સાથે ઉતાવળમાં પણ રેમડેસિવિયર બોલવાનો પ્રયાસ કરશો તો પણ બની શકે છે કે તમે રેમો ડિસૂઝા જ બોલો, આમ તો ઘણા લોકો મને રેમી કહીને બોલાવે છે’.રેમો ડિસૂઝાએ જ્યારે શખ્સનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ત્યારે ફેન્સ તેમજ તેના જાણીતા લોકોએ પણ મજા લીધી હતી. કોરિયોગ્રાફર રાહુલે લખ્યું, ’તમને ક્યારના શોધી રહ્યા છીએ…તમે આમ ન કરો’. અપારશક્તિ ખુરાના, પ્રેમ સોની, સલમાન યુસુફ ખાન, મોહેના કુમારીએ ટીયર્સ ઓફ જોય ઈમોટી કોન મૂક્યું હતું. તો રેમોના ખાસ ફ્રેન્ડ ટેરેન્સ લૂઈસે લખ્યું, ’આ ખૂબ જ ફની છે અને જબરદસ્ત રીતે વાયરલ પણ થવાનું છે. ખૂબ જ હસવું આવી રહ્યું છે. મને ડીઆઈડીના ઓડિશનના દિવસો યાદ આવી ગયા જ્યારે કન્ટેસ્ટન્ટ્‌સ આપણને નિર્દોષતામાં ફની નામ આપતા હતા’.