રૂ.૧.૫૦ કરોડની પુરેપુરી ગ્રાન્ટ રાજયમંત્રીશ્રીએ અંજાર વિધાનસભા આરોગ્ય સેવામાં ફાળવી

ધારાસભ્ય ગ્રાન્ટમાંથી અંજાર મત વિસ્તારમાં રૂ.૫૪.૨૦ લાખ અને દુધઇ માટે રૂ.૩૨.૪૦ લાખના આરોગ્ય સાધનો માટે ફાળવણી કરી

અંજાર અને દુધઈ ખાતે ઓકિસજન પ્લાન્ટ કાર્યાન્વિત કરાશે

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે રૂ.૧.૫૦ કરોડની પોતાની ધારાસભ્યની પુરેપુરી ગ્રાન્ટ અંજાર વિધાનસભા મતવિસ્તારની આરોગ્ય સેવા માટે ફાળવી છે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં કોર કમિટિની બેઠકમાં રાજયના ધારાસભ્યો કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં રૂ.૨૫ લાખની ગ્રાન્ટ સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, કોર્પોરેશન અને નગરપાલિકાની હોસ્પિટલ, દવાખાના માટે અધતન મેડિકલ ઉપકરણ, સાધનો વસાવવા આપી શકશે એવો મહત્વનો નિર્ણય લીધો હતો જે પૈકી અંજાર વિધાનસભા ધારાસભ્ય અને રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે પોતાની ધારાસભ્ય તરીકેની વર્ષ ૨૦૨૧-૨૨ ની ગ્રાન્ટ રૂ.૧.૫૦ કરોડની પુરેપુરી ગ્રાન્ટની ફાળવણી આરોગ્ય સેવામાં કરી છે. અંજાર વિધાનસભા મતવિસ્તારમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને આરોગ્ય વિષયક તબીબી સાધનોની ખરીદી માટે આપેલ છે. જે પૈકી ભુજ તાલુકાના ધાણેટી અને કેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રત્યેકને રૂ.૧૦ લાખ, ઈકો એમ્બ્યુલન્સ, ઓકિસજન જમ્બો સિલિન્ડર વીથ ફલોમીટર અને ૨ નંગ ઓકિસજન કન્સ્ટ્રેટર માટે ફાળવ્યા છે. જયારે કુકમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રૂ.૫ લાખ, ૪ ઓકિસજન કન્સ્ટ્રેટર અને ૬ નંગ ઓકિસજન જમ્બો સીલીન્ડર વીથ ફલોમીટર માટે ફાળવ્યા છે. અંજાર તાલુકામાં રતનાલ આરોગ્ય કેન્દ્રને રૂ.૧૨ લાખ સેલ કાઉન્ટર, ૧૦ ઓકિસજન જમ્બો સિલિન્ડર વીથ ફલોમીટર અને ૫ ઓકિસજન કન્સ્ટ્રેટર માટે ફાળવ્યા છે. ભીમાસર માટે રૂ.૩ લાખ, ૩ ઓકિસજન કન્સ્ટ્રેટર માટે, ખેડોઇ આરોગ્ય કેન્દ્ર માટે રૂ.૩.૫ લાખ, ૧ સ્ટ્રેચર અને વ્હીલચેર, ૨ ઓકિસજન કન્સ્ટ્રેટર, ૫ ઓકિસજન જમ્બો સિલિન્ડર વીથ ફલોમીટર માટે જયારે સંઘડ માટે રૂ.૩ લાખ, ૫ ઓકસીમીટર જમ્બો, સીલીન્ડર વીથ ફલોમીટર, ૨ ઓકિસજન કન્સ્ટ્રેટર અને ૫ ઓકિસજન માટે ફાળવ્યા છે. માથક આરોગ્ય કેન્દ્રને રૂ.૩ લાખ, ૫ જમ્બો ઓકિસજન સીલીન્ડર વીથ ફલોમીટર, ૫ ઓકસીમીટર અને ૨ ઓકિસજન કન્સ્ટ્રેટર, ચાંદ્રાણી ખાતે રૂ.૩ લાખ પ નંગ જમ્બો ઓકસીજન સીલીન્ડર, ૨ નંગ ઓકસી કન્સ્ટ્રેટર, ૫ ઓકસીમીટર તેમજ મેઘપર આરોગ્ય કેન્દ્ર માટે રૂ.૧૨ લાખ ફાળવ્યા છે. જેમાં સેલ કાઉન્ટર, ઓકસીજન સીલીન્ડર વીથ ફલોમીટર જેમાં ૫ જમ્બો ૩ ઓકસી કન્સ્ટ્રેટર, ૨ મલ્ટીપેરા મીટર અને ૧ નંગ સીરીંગ પંપ, નોઝલ, ડેનીલા નેલ્યુલાઇઝર આર.વી. સેટ, ઓકિસજન સીલીન્ડર ટ્રોલી, દુધઇ આરોગ્ય કેન્દ્ર માટે રૂ.૩૨.૪૦ લાખ ફાળવ્યા છે. ૧ ઓકિસજન પ્લાન્ટ ૨ મલ્ટીપેરામીટર અને ૧ સીરીંગ પંપ માટે ફાળવ્યા છે. અંજાર આરોગ્ય કેન્દ્રને રૂ.૫૪.૨૦ લાખમાં ૧ ઓકિસજન પ્લાન્ટ, ૧૦ ઓકિસજન કન્સ્નટ્રેટર, ૨૦ મલ્ટીપેરા મીટર અને ૮ સીરીંગ પંપ માટે ફાળવ્યા છે. વૈશ્વિક મહામારી કોરોના કોવીડ-૧૯ ના સંક્રમણને અટકાવવા ફાળવવામાં આવેલા આરોગ્ય સાધનોના પગલે આ વિસ્તારમાંથી આરોગ્ય સેવાઓ મળશે એવો આરોગ્ય કર્મીઓએ અભિપ્રાય છે. હવેથી જિલ્લામાં આરોગ્ય વિષયક સગવડો ઘર આંગણે મળી રહેશે. દુધઇ અને અંજાર ખાતે ઓકિસજન પ્લાન્ટ નિર્માણ કરવાથી દર્દીઓને ઓકિસજનની અછતના કારણે મુશ્કેલીમાં નહીં મુકાવું પડે. રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે જિલ્લામાં કોવીડ સારવાર આપતાં તમામ આરોગ્ય કેન્દ્રોની અવારનવાર મુલાકાત લઇ દર્દીઓની અને સગવડો અંગે પૃચ્છા કરી આરોગ્ય વિષયક જરૂરિયાતોનું ધ્યાન રાખેલ છે. દર્દીઓને સાંત્વના પાઠવવા સાથે સૌના સહિયારા પ્રયાસોથી વૈશ્વિક મહામારીને હરાવવા વહીવટી તંત્રના સતત સંપર્કમાં રહી જરૂરી સૂચનો આપતા રહે છે. સતત પ્રજાની પડખે ઉભા રહી એમણે જે આરોગ્ય સગવડો માટે ગ્રાન્ટ ફાળવણી કરી છે તેનાથી સ્થાનિકોમાં આનંદની લાગણી ફેલાઇ છે. સ્થાનિક અગ્રણીઓએ આ માટે આભારની લાગણી વ્યકત કરી તાકિદે વહીવટી મંજુરીની પ્રક્રિયા પુરી કરી કામો શરૂ થાય તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.