રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં ઓગસ્ટ મહિનામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

0
24

ભુજ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને નેતૃત્ત્વ મળ્યાને આગામી ઓગસ્ટ માસમાં પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે તે નિમિત્તે ‘પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ અને સૌના વિકાસ’ના સૂત્ર અંતર્ગત કચ્છ સહિત રાજ્યમાં વિવિધ કાર્યક્રમ યોજાશે, જેમાં ૧ ઓગસ્ટ રવિવારે જ્ઞાનશક્તિ દિવસે શિક્ષણને લગતા કાર્યક્રમો, ર ઓગસ્ટ સોમવારે સંવેદના દિવસ નિમિત્તે જન હિતકારી યોજનાઓનું લોકોને લાભ મળે એ માટેના કાર્યક્રમ, ૪ ઓગસ્ટના નારી ગૌરવ દિવસ નિમિત્તે મહિલાલક્ષી કાર્યક્રમ, પમી ઓગસ્ટના કિસાન સન્માન દિવસે કિસાન સૂર્યોદય યોજના, સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગના કાર્યક્રમો યોજાશે, ૬ઠ્ઠી ઓગસ્ટના રોજગાર, ૭મીના વિકાસ દિવસ, ૮મીના શહેરી જન સુખાકારી દિવસ તેમજ ૯મી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિકાસલક્ષી કાર્યક્રમ યોજવામાં આવશે. આ દિવસોએ સ્થાનિકે સાંસદ, ધારાસભ્ય, ચૂંટાયેલા સદસ્યો, સમાજના આગેવાનોને સાથે રાખી કાર્યક્રમો યોજવામાં આવશે.