રિયલ લાઈફમાં જેઠાલાલનો તારક મહેતા સાથે ઝઘડો થયો?

દિલીપ જોશી અને શૈલેષ લોઢા સાથે શૂટિંગ કરવા તૈયાર નથી, જો કે, સીનને માન આપીને તેઓ સાથે કામ કરે છે

(સંપૂર્ણ સમાચાર સેવા) મુંબઈ,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા લાંબા સમયથી લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. દુનિયાભરમાં તેના ફેન્સ છે. શોના પાત્રો, તેની ડાયલોગ ડિલિલરી તેમજ કહાણી દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. શોમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી અને તારક મહેતા ઉર્ફે શૈલેષ લોઢાની જબરદસ્ત મિત્રતા જોવા મળશે પરંતુ એવું લાગે છે કે, રિયલ લાઈફમાં બંને વચ્ચે ખટાશ આવી ગઈ છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં હંમેશા જેઠાલાલ અને તારક મહેતાની મિત્રતાનું ઉદાહરણ આપવામાં આવે છે. જેઠાલાલ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે ’પરમ મિત્ર’ તારક મહેતા જ ’ફાયર બ્રિગેડ’ બનીને તેને બચાવવા માટે આગળ આવે છે. ટેલિવુડમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે, બંનેએ રિયલ લાઈફમાં એકબીજા સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું છે. તેમની મિત્રતા હવે માત્ર ઓન-સ્ક્રીન પૂરતી જ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંને વચ્ચે કંઈ ઠીક ચાલી રહ્યું નથી. મીડિયા રિપોર્ટ્‌સ પ્રમાણે, કોઈ વાતને લઈને બંને એક્ટર્સ એકબીજાથી નારાજ છે. નારાજગી પણ એવી છે કે બંને માત્ર શૂટિંગ દરમિયાન સાથે જોવા મળે છે અને ખતમ થતાં જ વેનિટી વેનમાં જતા રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે, બંનેનો ઝઘડો જૂનો છે અને કોઈને પણ તેનું અસલી કારણ ખબર નથી. જો કે, સેટ પર બંનેનો અણબનાવ સ્પષ્ટ જોવા મળે છે. કેટલાક ફેન્સ પરેશાન છે કે, જો જેઠાલાલ અને તારક મહેતાની મિત્રતા શોમાં જોવા મળી શકે છે, તો રિયલ લાઈફમાં બંને એકબીજાથી નારાજ કેવી રીતે હોઈ શકે. બંનેનું ઓનસ્ક્રીન બોન્ડિંગ જોઈને અંદાજો લગાવવાનો મુશ્કેલ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દિલીપ જોશી અને શૈલેષ લોઢા પ્રોફેશનલ આર્ટિસ્ટ છે, તેવામાં તેઓ કામથી જ મતલબ રાખે છે. બંનેને સાથેમાં શૂટ કરવાનું પસંદ નથી પરંતુ શો માટે તેઓ આમ કરી રહ્યા છે. જો કે, દિલીપ જોશી અને શૈલેષ લોઢામાંથી કોઈએ પણ તેમની વચ્ચે અણબનાવ હોવાની વાત કરી નથી.