રાહુલ ગાંધીનો પીએમ મોદી પર કટાક્ષ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સતત દરેક મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી રહ્યા છે. ફરી એક વખત તેમણે ગંગામાં તરતી લાશોને લઈને મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. તેમણે પોતાના ટ્‌વીટમાં લખ્યું, ‘જો કહતા થા ગંગાને બુલાયા હૈ, ઉસને માં ગંગા કો રૂલાયા હૈ’. રાહુલ નામ લીધા વગર સીધા જ પીએમ મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ એક સમાચાર પણ શેર કર્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગંગા કિનારે ૧૧૪૦ કિલોમીટરમાં ૨ હજારથી વધારે શબ મળ્યા છે. તેમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, કાનપુરના શેરેશ્વર ઘાટ પર અડધા કિલોમીટરના વિતારમાં જ ૪૦૦ લાશ દટાયેલી છે. એક દિવસક પહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ટ્‌વીટ કર્યું હતું, “બલિયા અને ગાજીપુરમાં ગંગામાં શબ તરતા રહ્યા છે. રિપોર્ટમાં ઉન્નામાં નદીના કિનારે મોટા પાયે શબ દટાયાના અહેવાલ સામે આવ્યા છે. લખનઉ, ગોરખપુર, ઝાંસી અને કાનપુર જવા શહેરોમાંથી સત્તાવાર આંકડો ઓછો બતાવવામાં આવી રહ્યો છે.”