રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન (RMSA) ભુજ તાલુકાના ઝીંકડી અને નાડાપા ગામની માધ્યમિક શાળાઓ સહિત જિલ્લામાં અગિયાર માધ્યમિક શાળાઓના મકાન બાંધકામને મંજૂરી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ નેતૃત્વ હેઠળની ગતીશીલ અને પારદર્શક રાજય સરકાર રાજયના સર્વાગી વિકાસ માટે કટિબધ્ધ છે, અને તેથી રાજય વિવિધ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી રહેલ છે. રાજયમાં શિક્ષણના વિકાસને પ્રાધાન્ય આપેલ છે. રાજ્યના છેવાડાના કચ્છ જિલ્લામાં શિક્ષણનો વ્યાપ વધે અને શિક્ષણની ગુણવતામાં સુધારો થાય તે માટે રાજય સરકાર ખૂબજ ચિંતિત છે. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન અંતર્ગત (RMSA) કચ્છ જિલ્લામાં અગિયાર માધ્યમિક શાળાઓના મકાન બાંધકામની મંજૂરી આપી ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. જે આખરી થયેથી વર્કઓર્ડર આપી બાંધકામની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં અંજાર વિધાનસભા મતવિસ્તારના ભુજ તાલુકાના ઝીંકડીઅનેનાડાપા ગામની હાઇસ્કુલોનો સમાવેશ થયેલ છે. RMSA અંતર્ગત માધ્યમિક શાળાઓના મકાન મંજૂર થવાથીવિસ્તારમાંઆનંદની લાગણી ઉદભવેલ છે. અને આ માટે જિલ્લાના તમામ અગ્રણીઓએ રાજય સરકારનો હદય પૂર્વક આભાર માનેલ છે.

કચ્છ જિલ્લામાં હાઇસ્કુલો, શાળાઓ મંજૂર કરવા રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહીર, કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તેમજ જિલ્લાના ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ભાર પૂર્વક રજુઆતો કરી હતી. જે ગ્રાહય રાખીને સરકારશ્રીએ આ શાળાઓના મકાનના બાંધકામને મંજૂરી આપેલ છે જે માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરેલ છે.